SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ३०० ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (ફા બેસિતમ, બેનહિસિતમ=જુલમ ગુજરાતીમાં ઘણુંજ) બેસમજ (બે. ફા.) અન્ય ભાષામાં સમાસ-લૅટિન, ગ્રીક, જર્મન, અને અંગ્રેજી ભાષામાં પણ સમાસ છે. સંસ્કૃતમાં ઘણા લાંબા સમાસ વપરાય છે. પ્રકરણ રમું તદ્ધિત લક્ષણ-નામિક વિભકત્યન્ત પદને જે પ્રત્યય લાગે છે તે તદિત કહેવાય છે. “તદ્ધિતમાં ‘ત પદને અર્થ તે, એટલે નામિક વિભક્તિવાળું પદ છે; તેને હિત–તેથી પર જે પ્રત્યય આવે છે તે તદ્ધિત. અર્થાત્, નામ, સર્વનામ, વિશેષણ, અને અવ્યયને જે પ્રત્યય લાગે છે તે તદ્ધિત પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યય ધાતુને લાગતા પ્રત્યયથી ભિન્ન છે. ધાતુને લાગતા પ્રત્યય પ્રાથમિક છે અને તદ્ધિત પ્રત્યય દ્વતીયિક છે. વિભાગ--તદ્ધિત પ્રત્યમાં કેટલાક સંસ્કૃત પ્રત્યય છે, તે તત્સમ શબ્દને લાગે છે કેટલાક સંસ્કૃતમાંથી અપભ્રષ્ટ થયેલા પ્રત્યય છે, તે તવ શબ્દને લાગે છે અને કેટલાક વિદેશીય-ફારસી કે અરબી પ્રત્યય છે. સંસકૃત પ્રત્યય ૧. અપત્યાર્થવાચક કેટલાક પ્રત્યય અપત્યના–પુત્રપૌત્રાદિકના અર્થમાં આવે છે – ૧. --રાવણ (રવણને અપત્ય-પુત્ર); રાઘવ (રઘુકુળમાં જન્મેલાને-દશરથને પુત્ર); પાર્વતી (પર્વતની–હિમાલયની પુત્રી; { પ્રત્યય સ્ત્રીત્વવાચક છે); પિત્ર (પુત્રને પુત્ર); દૌહિત્ર (દુહિતાનેદીકરીને દીકરે); કૌરવ (કુરુવંશના પુત્ર); પાંડવ (પાંડુના પુત્ર); યાદવ
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy