________________
કૃન્તઃ પ્રકારાદ્રિ
૨૧૭
જો સાંજ ન થાત, જો રાત ન થાત (પડત), અંધકાર ન થાત, તે આપણે કેવી રીતે થાત ! ( આપણે કેમ જીવી શકત ?)
જૂની ગુજરાતીમાં હાલની ગુજરાતીમાં વપરાય છે તેમ વર્તમાન કૃદન્તનું રૂપ વ્યયી ને અવ્યયી એમ એ પ્રકારનું હતું અને વ્યયી રૂપ ભૂતકાળના અર્થમાં ને અવ્યયી રૂપ ક્રિયાતિપત્યર્થ ભૂતકાળના અર્થમાં વપરાતું.
દાખલા:
‘રાયિઅ લેવા વાછત” (રાજ્ય લેવા વાંછતા) ‘આપણુઇ મુખિ ધાતત’ (પોતાના મુખમાં મૂકતા) ‘જઇ એવડું તપ કરત તઉ મેક્ષિ–ઇિ જિ પામત (જો એવડું તપ કરત તેા મેાક્ષજ પામત)
હાલ ‘ એ ’ નિશ્ચયવાચક વપરાય છે ( સુખે સૂજો ) તેનું જૂનું ‘ઇ’ રૂપ છે.
‘ કરતાં ' એ ક્રિયાવિશેષણરૂપ વર્તમાન કૃદન્ત છે. કવિતામાં ‘કરન્તાં,’ ‘ભણુન્તાં’ જેવાં રૂપ વપરાય છે.
ડૉ. સિટરિ એને અપભ્રંશ ચન્ત રૂપ પરથી આવેલું સમજે છે, एहउं वढ चिन्तताहं पच्छर होइ विहाणु
(એ વિચારતાં તે મૂર્ખને પછી વહાણું વાયું.) તેમજ તુમ્હે જમાઇ છતાં
જૂની ગુજરાતીમાં વર્તમાન કૃદન્ત ‘અત' પ્રત્યયથી થાય છે.
છું. કરતઉ; સ્રી. કરતી; નપું. કરતઉં-કરતું
પ્રાચીન રૂપમાં નકાર છે પણ ખરાઃ—
‘ચાલન્તઉ,’ ‘ધરન્તઉ’
કર્મણિ રૂપ–કીન્નતઉ–કીજતી-કીજતä મુગ્ધાવબાધ૦
મેષ્ઠિ વસ્તઇ મેર નાચઇ ( મેધ વરસતે [સતે] મેર નાચે [છે]; ગુરિ અર્થ કહતઇ પ્રમાદીઉ ઊંધઇ (ગુરુ અર્થ કહેતે [સતે] પ્રમાદી ઊંધે [છે].