________________
વિશેષણઃ પ્રકારાદ્વિ
૧૮૫
તેણે સ્વજનાની, ગુરુની, અને માબાપની પણ શિખામણના અનાદર કર્યો. હિંદીમાં પણ એવીજ રચના છે.
'जिसके द्वारा शब्दों की व्युत्पत्ति, अर्थात्, शब्दों में धातुप्रत्यय, लिंग, वचन, कारक, और समासका बोध होता है उसे व्याकरण તે હૈં.
મરાઠીમાં આવે સ્થળે આ,’ ‘ઇત્યાદિ’ જેવા અર્થના શબ્દો વાપરી તેનેજ પ્રત્યય ઉમેરવાના પ્રચાર છે.
'उष्णता आणि तहान यांनीं त्रस्त झाल्यामुळे मला एक पाऊलही पुढे टाकवत नाहीं.'
વ્યાવર્તક વિધેય, હેતુગર્ભ સંસ્કૃત વૈયાકરા વિશેષણના ત્રણ પ્રકાર આપે છે:--વ્યાવર્તક, વિધેય, અને હેતુગભૅ. વ્યાવર્તક એટલે જુદું પાડનાર. ‘પીળું વસ્ત્ર’ એમાં ‘પીળું’ વિશેષણ વ્યાવર્તક જે; કેમકે એ વજ્ર'ને અન્ય પ્રકારનાં વસ્ત્રથી વ્યાવૃત્ત કરે છે-જુદું પાડે છે. વિશેષણના એજ મુખ્ય ધર્મ છે; ‘વિધેય’ને અર્થ ઉપર દર્શાવ્યા છે. આ ચાપડી સુંદર છે,’ એમાં ‘સુંદર’ વિધેય વિશેષણ છે. જે વિશેષણમાં હેતુના અર્થ ગર્ભિત છે તે હેતુગર્ભ વિશેષણ કહેવાય છે. પીધેલા પુરુષ રસ્તામાં પડી જાય છે.” પીધેલા’=પીધેલા હાવાથી. આવાં હેતુગર્ભ-સાભિપ્રાય વિશેષણથી કાવ્યમાં ચમત્કાર આવે તે પરિકર અલંકાર બને છે.
ને
તુલનાત્મક રૂપ—વિશેષણનાં તુલનાત્મક રૂપ સંસ્કૃતમાં તર ને તમ કે ચત્ ને ઇ પ્રત્યયેા લગાડવાથી થાય છે. તદ્ ને ફ્રેંચર્ પ્રત્યયેા અધિકતાવાચક છે, એટલે એક વસ્તુ બીજીથી તે ગુણુમાં અધિક છે એમ બતાવે છે; અને તમ ને રૂઇ પ્રત્યય શ્રેષ્ઠતાવાચક છે, એટલે તે ગુણમાં તે વસ્તુ સર્વોપરિ છે એમ દર્શાવે છે. આવાં ઘણાં રૂપ ગુજરાતી ભાષામાં પ્રચાર પામ્યાં છે.
લઘુતમ સાધારણ ભાજ્ય=સહુથી નાનામાં નાના સાધારણ ભાજ્ય શ્રેષ્ઠ, જ્યેષ્ઠ, કનિષ્ઠ, વરિષ્ઠ, વગેરે પ્રચલિત શબ્દો જી
પ્રત્યયાન્ત છે.