________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ વિકારી વિશેષણનાં રૂપ–વિકારી વિશેષણમાં જાતિ ને વચનને ભેદ મુખ્ય છે; જેમકે, સારે છોકરે; સારી છોકરી; સારું છેક સારા છોકરા સારાં છોકરાં. સ્ત્રીલિંગનાં રૂપમાં વચનને લીધે વિકાર થતું નથી; જેમકે, સારી છોકરી સારી છેકરીઓ.
તત્સમ શબ્દનું મૂળ રૂપ સ્ત્રીલિંગમાં વપરાય છે અથવા તે તેનું સ્ત્રીલિંગનું રૂપ વપરાય છે, જેમકે,
વિદ્વાન અને બુદ્ધિમાન સ્ત્રી, વિદુષી અને બુદ્ધિમતી સ્ત્રી.
વિભક્તિ—વિશેષણને સામાન્ય રીતે વિભક્તિ લાગતી નથી; પરંતુ તે આકારાન્ત પુંલિંગ હોય છે તે તે “ઓને એકવચન ને બહુવચનમાં ‘આ’ થાય છે અને ઉકારાન્ત સાનુસ્વાર નપુંસક હોય છે તે તે ‘ઉને એકવચનમાં “આ ને બહુવચનમાં “આ થાય છે.
સારે છોકરે; સારા છોકરાને સારા છેકરા સારા છેકરાને–સારા છેકરાઓને સારું છોકરું સારા છોકરાને સારાં છેકરાં સારાં છોકરાને વિશેષણને તૃતીયા ને સપ્તમીને “એ” પ્રત્યય આવે છે જેમકે, તે કન્યા સારે ઘેર પરણે છે. તે છેક ઊંચે એટલેથી પડી ગયે. સીધે રસ્તે ચાલ્યા જાઓ.
નામસમુદાય અને વિભક્તિ–ઘણાં નામ એકજ વાક્યગીથી જોડાયાં હોય તે બહુધા છેલ્લા નામનેજ વિભક્તિ લાગે છે. સ્પષ્ટતાની ખાતર કે વાક્યમાં જેમ લાવવા કેઈ વાર દરેક નામને વિભક્તિ લગાડાય છે, જેમકે, - સ્વાર્થીપણું, અભિમાન, કે વિષયલેપતાથી મનુષ્ય પાયમાલ થાય છે.