________________
કારકમીમાંસા
૧૪૩ છોકરાને એ શબ્દને કર્મસંજ્ઞા લાગુ પડે છે. દૂધ સાથે ભાત જમે છે આમાં જમવાની ક્રિયા વડે કર્તાએ પ્રાપ્ત કરવાનું દૂધ અને ભાત બને છે, પરંતુ ભાત ઈષ્ટતમ છે, દૂધ નથી, માટે “ભાત’ કર્મ છે. આ ઇસિત કર્મ કહેવાય છે. “ઈપ્સિત’=ક્રિયા વડે પ્રાપ્ત કરવા ઇષ્ટ.
અનીસિત કર્મ-વળી કર્તા ક્રિયા વડે જેને પ્રાપ્ત કરવા ઈચ્છે નહિ તે અનિષ્ટ કારક પણ કર્મ છે. તે અનીસિત કહેવાય છે. ‘ગામ જતાં તૃણને અડકે છે, એદન જમતાં વિષ ખાય છેઆ વાક્યમાં ‘તૃણ” અને “વિષ' એ અનીપ્સિત કર્મ છે. કર્તા પિતાની કિયા વડે તૃણને કે વિષને પ્રાપ્ત કરવા ઇચ્છતું નથી. ગામ જતાં તૃણને સ્પર્શ થઈ જાય છે તૃણને અડકવાની તેની ઈચ્છા નથી, પરંતુ ગામ જવાની ક્રિયા કરતાં પૃથ્વીને સ્પર્શ કરતાં તૃણ તે પર પડ્યું છે તેને સ્પર્શ થાય છે. “તૃણ” એ ઉદાસીન કર્મ કહેવાય છે. એજ પ્રમાણે એદન જમવાને ઇચ્છે છેપરંતુ તેમાં વિષ ભરેલું હોવાથી, “વિષ” એ ભજનકિયા વડે પ્રાપ્ત કરવાનું ર્તાનું ઈષ્ટજ નથી એટલુંજ નહિ, પરંતુ દ્રષ્ય છે, તે પણ કર્મસંજ્ઞા પામે છે. આ દ્રષ્ય કર્મ છે.
ઈસિત કર્મના પ્રકાર–ઈસિત કર્મના ત્રણ પ્રકાર છે-૧. નિત્ય ૨. વિકાર્ય; અને ૩. પ્રાપ્ય
જે અવિદ્યમાન પદાર્થ કર્તાની ક્રિયાથી જન્મ પામે અથવા જે વિદ્યમાન પદાર્થ જન્મ વડે પ્રકાશ પામે તેને નિત્ય કર્મ કહે છે.*
તે સાદડી બનાવે છે.
તે પુત્ર પ્રસરે છે. ' “સાદડી” અને “પુત્ર એ નિત્ય કર્મ છે.
* સકાર્યવાદી સાંખ્ય અને વેદાન્તીઓ અને અસત્કાર્યવાદી તૈયાયિક અને મા, બંનેને ઇષ્ટ થાય એવું લક્ષણ આપવા ભર્તુહરિએ આમ બે પ્રકારે કહ્યું છે. ઉત્પત્તિપૂર્વે કાર્ય કારણસ્વરૂપે વિદ્યમાન છે એવું મત તે સત્કાર્યવાદ અને ઉત્પત્તિપૂર્વે કાર્ય વિદ્યમાન નથી અને ઉત્પન્ન થાય છે ત્યારેજ વિદ્યમાન થાય છે એવું મત તે અસત્કાર્યવાદ.