________________
૧૪૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૪) અભિહિત કર્તા– દેવદત્ત પુસ્તક લખે છે.
આમાં “લખે છે” એ ક્રિયાપદ કર્તાનું અભિધાન કરે છે. એ રૂપથી ક્ત અભિહિત–કહેવાય છે, માટે અભિહિત કતાં કહેવાય છે.
(૫) અનભિહિત કર્તાદેવદત્ત વડે પુસ્તક લખાય છે. દેવદત્ત પુસ્તક લખ્યું.
આ વાક્યમાં ક્રિયાપદ કર્તાનું નહિ પણ કર્મનું અભિધાન કરે છે. રચના કર્મણિ છે, માટે “દેવદત્ત” એ અનભિહિત કર્તા છે, એટલે ધાતુને લગાલા પ્રત્યયે જેનું અભિધાન કર્યું નથી એ એ કર્તા છે.
સ્વતંત્ર કર્તા અને અભિહિત કર્તા–આ બે વચ્ચે કંઈજ ભેદ નથી. અભિહિતકર્તા સ્વતન્ચ કર્તાજ છે; પરંતુ ક્રિયાપદ કેટલેક સ્થળે કર્તાને અભિધાન કરે છે અને કેટલેક સ્થળે નથી કરતાં એ દર્શાવવા અભિહિત અને અનભિહિત એવા પરસ્પરવિરોધી બે ભેદ કહ્યા છે. કેટલેક સ્થળે કર્મ કર્તા છે એ દર્શાવવા કર્મકર્તાનો પ્રકાર આપયો છે. પ્રેરક રચનામાં ક્રિયાનો પ્રયોજનાર–પ્રેરનાર કર્તા છે તે હેતુકર્તા કહેવાય છે. આમ ભિન્ન ભિન્ન ઉપાધિઓને લઈને ભિન્ન ભિન્ન પ્રકાર કહ્યા છે. બધામાં કર્તાનું સ્વાત છેજ.
કર્મ
કર્તા પિતાની ક્રિયા વડે પ્રાપ્ત કરવા જેને અતિશય ઇચ્છે છે તે કર્મ. “અગ્નિથી તે છોકરાને વારે છે એમાં વારવાની ક્રિયા છે અને એ કિયા વડે પ્રાપ્ત કરવા અગ્નિ અને છેક બંને ઈષ્ટ છે. કરે અગ્નિ પાસે ન જાય તે સારું એ અર્થ છે તેથી વારનારને અગ્નિ પણ ઈષ્ટ છેપરંતુ ઈષ્ટતમ–-અતિશય ઈષ્ટ કરે છે, માટે