________________
૧૩૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અન્યાદિક-નઉ ગુ (અન્યાદિકને યોગ) જે કર્તા-નઉ અથવા કર્મ-નઉ આધાર હુઈ તે અધિકરણ.
આમ, તણુઉ–નઉ સમાન અર્થના છટ્રીના પ્રત્યય છે; તે પરથી ન-ની-નું એ પ્રત્યને સંબંધ છે. તજ, ઝ, તળ સાથે ખુલ્લે જણાય છે. બીજી ને ચોથી વિભક્તિને પ્રત્યય બને” સમાન છે. પ્રાકતમાં ચોથી વિભકિતનું સ્થળ છટ્રીએ લીધું છે, તે વ્યાપક અર્થમાં વપરાય છે. ચોથીના અર્થમાં છટ્રી વપરાય છે.
વિકિઉ મોક્ષ-નઈ કારણિ ખપઈ (વિવેકી મેક્ષને કારણે યત્ન કરે છે.) મુગ્ધ
મોક્ષ–નઈ કારણિ-મોક્ષને કારણે, મોક્ષને કાજે, મેક્ષને માટે.
આ કારણથી ને પ્રત્યય તેમજ છટ્રીને પ્રત્યય “-ની-નું સં. તન, પ્રા. તળ ઉપરથી વ્યુત્પન્ન થયે છે એ યુક્ત લાગે છે. | ડૉટેસિટોરિ ને પ્રત્યય કહઇ પરથી વ્યુત્પન્ન કરે છે. “નઈ, “નિ', નિ એ ને નાં પ્રાચીનરૂપ છે. કહઇ (કને પાસે) એ અપભ્રંશ વહિં પરથી આવ્યું છે ને તે સં. વર્ષ શબ્દ ને સપ્તમીના પ્રત્યય મન પરથી થયું છે. “જિમ વાટભૂલા-નઈ કોઈ એક વાટ દેખાડઈ.” “
નને કહાંના ઘણાખરા અર્થ ને રચના એક જ છે, માટે “નઇ એ કહુઇ પરથી જ આવ્યું છે એમ ડૉ. ટેસિટરિનું મત છે. મારવાડીમાં કનઈ ને નૈ –“નઇ છે. “આવ્યા રા-કહિ'- આ સ્થળે “કહિને બદલે “નાં વપરાશે નહિ; માટે એ મત યુક્ત નથી.
પંજાબી, ગુજરાતી, ને રાજસ્થાનીમાં બીજી ને ચોથીને પ્રત્યય છીના પ્રત્યયને સાતમીને પ્રત્યય લગાડવાથી થાય છે. રાજસ્થાનીમાં ચતુથીને પ્રત્યય ને કે ' છે; માળવીમાં “ન અને જયપુરી, મારવાડી, ને મેવાડીમાં નિ છે.
વતીયા-સંસ્કૃતમાં તૃતીયા એકવચનનો પ્રત્યય ઇન છે. એ ઉપરથી ન લપાઈ મરાઠીમાં, અનુનાસિકને લીધે પૂર્વ સ્વર પર અનુસ્વાર થઈ j થયું છે. ગુજરાતીમાં “એ” થયે છે, અનુસ્વાર જતું રહ્યું છે; સર્વનામમાં અનુસ્વાર રહ્યું છે, જેમકે, “મેં,” “તે.”
તૃતીયા સાથે બીજા શબ્દની જરૂર– ગુજરાતીમાં તેમજ મરાઠી ને બંગાળીમાં ત્રીજી ને સાતમીને પ્રત્યય એક છે; તેથી તૃતીયામાં તેમાં તેના રૂ૫ની સાથે બીજો શબ્દ વાપરવાની જરૂર પડી.