________________
૧૨૧
વિભક્તિવિચાર માનાર્થક બહુવચન–એકવચનને અર્થ હોય તે પણ માનાર્થે બહુવચન વપરાય છે, જેમકે,
અહિં પધારે, સાહેબ.
એકવચનના અર્થમાં બહુવચન-ગ્રન્થકાર, વર્તમાનપત્રના અધિપતિ, કે મેટાં માણસ પોતાને માટે બહુવચન વાપરે છે; જેમકે,
અમે અગાઉ આ વાત સિદ્ધ કરી ગયા છીએ. અમે અઠવાડીઆ પરના અંકમાં કહ્યું હતું તેમજ થયું છે.
એકવચનમાં પ્રગ-સંજ્ઞાવાચક, ભાવવાચક, અને દ્રવ્યવાચક નામ સામાન્ય રીતે એકવચનમાંજ વપરાય છે. પરંતુ જ્યારે સંજ્ઞાવાચક નામ જાતિવાચક નામ તરીકે વપરાય છે, ત્યારે તેનું બહુવચન થઈ શકે છે તેમજ ભાવવાચક નામ ગુણેનાં કૃત્યના અર્થમાં હોય અને દ્રવ્યવાચક નામ દ્રવ્યના પ્રકારના અર્થમાં હોય ત્યારે તે બંનેનું બહુવચન વાપરી શકાય. કેટલાંક દ્રવ્યવાચક નામ બહુવચનમાંજ વપરાય છે.
આપણા ભીમે આગળ શત્રુના દ્ધાઓનું શું ગજું છે? તમારા ઉપકાને બદલે મારાથી કેમ વળાશે? તમે લાવ્યા તે કરતાં ઘરમાંના ચેખા વધારે સારા છે.
બજારમાં ઘણી જાતના ચેખા, ચણું, ઘઉ, અને બીજા અનાજ વેચાય છે.
ઘઉ ઘણું મેંઘા થયા છે.
પ્રકરણ ૧૪મું
વિભક્તિવિચાર વિભક્તિ-જે પ્રત્યય વડે કર્તા, કર્મ, વગેરે જુદા જુદા અર્થ સમજાય છે તે વિભક્તિના પ્રત્યય કહેવાય છે. એ પ્રત્યયેના બે પ્રકાર