________________
૧૦૧
જાતિવિચાર પદાર્થનાં નામ માટે પુલિંગ, નાના, નિર્બળ, હલકા, અને સુકુમાર પદાર્થનાં નામ માટે સ્ત્રીલિંગ, અને જડ, અચપળ, અને ઘણી વાર નિન્ય પદાર્થનાં નામ માટે નપુંસકલિંગ વપરાય છે. આ પ્રમાણે ઉપર દર્શાવેલે ભાષ્યકારને નિયમ બધા જળવાય છે. મૂળ શબ્દ નર કે નાન્યતર જાતિમાં હોય તેનું નાનું કે કેમળ સ્વરૂપ દર્શાવવા નારીજાતિને શબ્દ ઘડવામાં આવે છે, જેમકે,
સંસ્કૃત ગઢપુ. ગુજગેળે . ગાળી સ્ત્રી. ,, તેર . ગુજ. દેરે પુ દેરી સ્ત્રી.
એજ પ્રમાણે, થાળ-થાળી, વાડકે-વાડકી; ત–તવી; તપેલું-તપેલી કામળ–કામળી; દડુંદડીગાડું–ગાડી, હાંડે– હાંડી; કછોટે-કછટી ચમચો-ચમચી તરભાણું–તરભાણુનળ-નળી; પૂ–પૂળી, માચડે-માચડી સાંડેસ-સાંડસી, સાવરણ-સાવરણું; છરો-છરી; સૂડે–સૂડી, ટાંકું-ટાંકી, ઈત્યાદિ. નપું.માં બઈ તિરસ્કારવાચક છે.
આ પ્રમાણે નિર્જીવ પદાર્થોને પુરુષ અને સ્ત્રીના ગુણેને આરોપ થવાથી તેના નામની જાતિ બહુધા નક્કી થાય છે અને વ્યવહારનુંપ્રયાગનું મૂળ બહુધા એવું જ હોય છે. એમ છતાં પણ અંગ્રેજી, કાનડી, અને અન્ય ભાષાઓમાં લિંગ નક્કી કરવાને જે સરળ નિયમ છેસજીવ પદાર્થનાં નામમાં પુરુષનાં નામ પુંલિંગમાં અને સ્ત્રીનાં નામ સ્ત્રીલિંગમાં અને નિર્જીવ પદાર્થનાં તમામ નામ નપુંસકલિંગમાં છેતે સંસ્કૃતમાં કે તે પરથી નિકળેલી દેશી ભાષાઓમાં નથી. લિંગનું જ્ઞાન બહુધા પ્રાગ પરથી કે કેશમાંથી મેળવવાનું છે.
પ્રાણીના નામનું લિંગ–પ્રથમ સજીવ પદાર્થનાં નામનાં લિંગ વિષે વિચાર કરીએ. એ નામમાં સામાન્ય રીતે નરનાં નામ નરજાતિમાં અને નારીનાં નામ નારીજાતિમાં છે.