________________
૧૦૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ શબ્દોના લેકમાં જે અર્થ થાય છે તે સમજાવ્યા છે. જે ચિહ્નો જોઈને આ સ્ત્રી છે, એ પુરુષ છે, તે નપુંસક છે, એમ નિશ્ચય થાય તે સ્ત્રી, તે પુસ્, અને તે નપુંસક. પછી ભાષ્યકાર એ ચિહ્નો જણાવે છે કે જેને સ્તન અને કેશ હોય તે સ્ત્રી, રેમ (રૂવાં) હોય તે પુરુષ, અને બેને જે ભેદ તેને અભાવ હોય તે નપુંસક. હવે એ પૂર્વપક્ષનું ખંડન કરી સિદ્ધાન્ત સ્થાપવા કહે છે કે વ્યાકરણમાં એ નિયમ ચાલશે નહિ; કારણ કે એકજ અર્થના ત્રણ શબ્દો ત્રણ લિંગમાં મળી આવે છે–પત્ની” સ્ત્રીલિંગમાં, “દાર” પુંલિંગમાં, અને “કલત્ર નપુંસકલિંગમાં છે. વળી નિર્જીવ પદાર્થનાં નામ-ખો, “વૃક્ષ જેવાં–સ્ત્રીલિંગ ને પંલિંગમાં છે, તેમજ એકજ અર્થના “તટ પું, “તટી’ સ્ત્રી, અને “તટ નપું, એ ત્રણ શબ્દ છે; માટે લૌકિક જાતિ વૈયાકરણ સ્વીકારી શકશે નહિ. તેણે પિતાને કઈ સિદ્ધાન્ત અવશ્ય સ્થાપવો જોઈએ. પછી ભાગ્યકાર તે સિદ્ધાન્ત દર્શાવે છે – જગતમાં કઈ પણ પદાર્થ ક્ષણ વાર પણ વિકાર પામ્યા વિના રહેતું નથી. તેમાં વૃદ્ધિ થાય છે કે અપચય, ક્ષય થાય છે. કેઈ કહેશે કે હા; પણ વૃદ્ધિ અને ક્ષય બંને સર્વત્ર જેવામાં આવે છે, તે તેથી લિંગની વ્યવસ્થા શી રીતે થશે? તેને માટે કહે છે કે વિવક્ષાથી વ્યવસ્થા થશે. વૃદ્ધિની વિવેક્ષા હોય તે પેલિંગ, ક્ષયની વિવેક્ષા હોય તે સ્ત્રીલિંગ, અને બેમાંથી એકેની વિવક્ષા ન હેય તે નપુંસકલિંગ. છેવટે, પરમ સિદ્ધાન્ત એ થાય છે કે વ્યાકરણમાં લૌકિક લિંગને આશ્રય કરાતું નથી. ભાષ્યકારના સિદ્ધાન્તમાં પણ ગુણના ઉપચય, અપચય, કે બંનેની વિરક્ષા કરવી પડે છે. અર્થાત, ભગવાન પાણિનિએ કહ્યું છે તે યુક્ત જ છે કે લિંગને વિષે નિયમે આપી શકાશે નહિ; કેમકે લિંગ અતત્ર છે-નિયમને વિષય નથી; વ્યવહારથી, પ્રયાગથી જ લિંગ નક્કી થાય છે.
જાતિઃ સંખ્યા–સંસ્કૃતમાં તેમજ પ્રાકૃતમાં ત્રણ જાતિ છે. અર્વાચીન દેશી ભાષાઓમાં ગુજરાતી ને મરાઠીમાં ત્રણ છે; સિંધી, પંજાબી, ને હિંદીમાં બેજ જાતિ દે–નર અને નારી. એ ભાષાઓમાં નાન્યતરજાતિ નથી. બંગાળી અને ઉત્કલીમાં જાતિ જ નથી. તસમ શબ્દો સંસ્કૃતમાં જે જાતિમાં હોય તે જાતિમાં વપરાય છે; તદ્ભવ શબ્દોમાં જાતિભેદ નથી.
સિંધી, પંજાબી, ને હિંદીમાં નાન્યતરજાતિ નથી. જે શબ્દ સંસ્કૃતમાં નપુંસકલિંગમાં છે તે એ ભાષાઓમાં પુલિંગમાં છે. સિંધીમાં કેટલાંક નપુંસક નામ સ્ત્રીલિંગ પામ્યાં છે, પણ ઘણુંખરાં પુંલિંગમાં છે.
સામાન્ય નિયમ–સામાન્ય રીતે બંગાળી અને ઉત્કલી સિવાયની પાંચે આર્ય દેશી ભાષામાં, મેટા, પ્રબળ, ભારે, અને ખરબચડા