________________
શબ્દાર્થચમત્કાર કાવ્યમાં કવિ એક વસ્તુ વર્ણવી અન્ય વસ્તુ સૂચવે,કે અલંકાર સૂચવે કે અલંકારથી વસ્તુ કે અન્ય અલંકાર સૂચવે,એમ વસ્તુથી વરતુને અલંકારન, અલંકારથી વરતુનો કે અલંકારનો, એમ અનેક પ્રકારનો ધ્વનિ થાય છે.
નિરૂઢલક્ષણ-લક્ષણામાં હમેશા પ્રયોજન હેવું જ જોઈએ એમ નથી. કેટલેક સ્થળે પ્રજનને બદલે રૂઢિ એ લક્ષણનું આવશ્યક અંગ થાય છે.
કર્મને વિષે તે કુશળ છે.
ઉપલા દાખલામાં “કુશળ’ શબ્દને વાચ્યાર્થ કુશ એટલે દર્ભને લેનાર (કુરાન રાતીતિ પુરા:) છે. પરંતુ એ અર્થ અહિં બંધબેસતું નથી. તેથી દર્ભ લાવનારને જેમ હોશિયારી વાપરવી પડે છે કેમકે તેમ ન કરે તે હાથ કપાઈ જાય, તેમ કામ કરવામાં જે વિવેક વાપરે છે એ પ્રવીણ પુરુષ “કુશળ” કહેવાય છે. વિવેચકના સંબંધથી મુખ્ય અર્થની સાથે લક્ષ્ય અર્થ જોડાયેલું છે. “કુશળ” શબ્દનો અર્થ અનાદિ વૃદ્ધવ્યવહારથી પ્રવીણું” થાય છે; તેથી અભિધાવૃત્તિની પેઠે આ લક્ષણવૃત્તિમાં પ્રજનની અપેક્ષા નથી. રૂઢિજ એ લક્ષણુનું આવશ્યક અંગ હેવાથી એ રૂલણા કે નિરૂતલક્ષણા કહેવાય છે.
પ્રવીણ” અને “ઉદાર એ પણ નિર્ટલક્ષણાના દાખલા છે. “પ્રવીણ–વાચ્યાર્થ વીણા વગાડવામાં કુશળ; લક્ષ્યાર્થ-બઈપણ કામમાં કુશળ.” “ઉદારવાચ્યાર્થ “આરચાબખો ઊંચા કર્યા વગર, સંકેતથી જ અશ્વ કે બળદ હાંકનાર; લક્ષ્યાર્થ-પ્રાર્થના વગર કંઈક ચિહ્નથી જ સમજી મોટું મન દર્શાવનાર.
પ્રકરણ શું
શબ્દાર્થચમત્કાર ભાષાસામ્ય-ટેન્ચ નામના ધર્મોપદેશકે “શબ્દને અભ્યાસ એ નામનું સુંદર પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે, તેમાં શબ્દો પણ મહાન ઉપદેશકેનું કામ કરે છે, નીતિને બોધ આપે છે, જગત્નું સ્વરૂપ આલેખે છે, અને પ્રાચીન પરિસ્થિતિ અને ઇતિહાસ પર પ્રકાશ પાડે છે, એ તેણે બહુ રસિક રીતે પ્રતિપાદન કર્યું છે. ગુજરાતી ભાષામાં પણ એવા ઘણુ દાખલા મળી આવે છે.