________________
છે. કર્મસત્તાથી મુક્ત આત્મા પ્રાપ્તની પ્રાપ્તિ કરે તે તેની અખિલાઈ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કર્યજનિત નથી સ્વગુણ વિકાસને આધારે છે. તે પ્રાપ્તિની ભલે સાદિ હોય પણ તે અનંત છે. સાદિ અનંત છે.
આત્માની ત્રિકાળી ધ્રુવ અવસ્થાને લક્ષમાં રાખે તો તેને દેહાદિ કેવા અનિત્ય અને અપૂર્ણ છે તેનો ખ્યાલ આવે. સાચા પુરુષાર્થની દિશા પકડાય. ભલે સાધનામાં ક્રમિક વિકાસ હોય. નિત્યાનિત્યના ભેજવાળો હોય. પર્યાયાવસ્થા માત્ર ખોટી નથી. અવસ્થાનું બદલાવું ન હોત તો મિથ્યાદેષ્ટિ પલટાઈને સમગુ દૃષ્ટિ કેવી રીતે થાય ! આવરણ દૂર થઈને નિરાવરણ કેવી રીતે થવાય? જે જે સ્થાને જે પ્રયોજન છે તેમાં સમજ - બોધની જરૂર છે.
ધર્મમાં સદાયે ભાવ-ભાવનાનું પ્રધાનત્વ છે. સંસારમાં સદાયે દ્રવ્યનું પ્રધાનત્વ છે. આત્મા સ્વયં ભાવ સ્વરૂપ છે. સંસારી અવસ્થામાં આત્મા દ્રવ્ય સ્વરૂપે જણાય છે. આત્મસ્વભાવનું પ્રધાનત્વ સાધનાને દઢ કરે છે. પરમાત્મસ્વરૂપ સ્વભાવની અખિલાઈ પ્રગટ કરે છે તેથી તે સર્વોચ્ચ અવલંબન મનાય છે.
આત્મા પરપદાર્થને જાણે એ જ્ઞાન લક્ષણરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપમય રહે. સ્વરૂપને અનુભવે તો સ્વભાવ રૂપ છે. જ્ઞાન દર્શનને ટકાવી રાખે છે, દર્શન જ્ઞાનને સમ્યગુ રાખે છે. એ દર્શન - દૃષ્ટિ મુક્તિદાતા છે.
“સંયોગમાં વિયોગનું દર્શન” “ઉત્પાદમાં વ્યયનું દર્શન"
“સર્જનમાં વિસર્જનનું દર્શન આમ જ્ઞાતાદૃષ્ટાભાવે રહી સંતો સિધ્ધાવસ્થાને પામે છે.
બુંદ સમાના સમુદ્રમેં, જાનત હૈ સબ કોય, સમુદ્ર સમાના બુંદમેં, જાને વિરલા કોય.”
૬૯