________________
સુધીના જ્ઞાનની ક્ષિતિજો ખૂલી જાય છે. ધૂણી ધૂણીને ગોખવાની જરૂરત નહિ. અને જરા પ્રમાદ થયો, ખામી થઈ, “તસ્ય ભંતે પડિક્કમામિ' કરી જ લેવું.
ગુરુએ આપેલી આજ્ઞા, મંત્ર, શિક્ષા, બોધ સર્વે વિષય કષાયોના દાવાનળ સામે શીતળ જળની વર્ષા છે. તમને અંતરમાં વિષય કષાયો પીડે, તમે ગુરુના સ્મરણ કે મંત્રમાં મનને યોજી દો, તમે સુરક્ષિત થશો. જ્યાં સુધી તમે પરિપકવ ન થાય ત્યાં સુધી તમારે કર્યા જ
કરવું.
ગુરુ શરણં ગુરુ સેવા શરણં ગુરુ આજ્ઞા શરણં. તમારે આત્માને દેહભાવથી મુક્ત કરવો છે, તો તમારે અહવિલયની જેમ મનોનિગ્રહ કરવો પડશે. મનના બે દોષ છે. જો તે પરિચિત વસ્તુ જુએ કે સાંભળે તો કહેશે આ કથા, આ સિદ્ધાંત તો મેં સાંભળ્યો છે. હવે જો કોઈ નવી તાત્ત્વિક વાત આવશે તો કહેશે કે આમાં આપણું કામ નહિ.
“ચીલે ચીલે ચાલ્યા જાઉં, નિશદિન એને ફાવે, ભાળ્યાથી અદકું ભાળે તો પાછાં પગલાં માંડે.”
ભક્તિ માર્ગે જતાં કઠણ હૃદય દ્રવતું નથી. જ્ઞાન માર્ગે જતાં મગજ ખૂંપતું નથી. ક્રિયા માર્ગે જતાં કાયાને રૂચતું નથી. વિષય વાસના બૂરી છે જાણવા છતાં મન, કાયા, વળી વળીને ત્યાં દોડે છે, પુરાણો અભ્યાસ છે ને?
ભાઈ ! આ તારી કહાની છે, તે પીડામાંથી મુક્ત થવા જ ગુરુજનોની જરૂર છે. તે તને મનોનિગ્રહનો ઉપાય બતાવશે, જેનાથી રાગદ્વેષ દૂર થશે. મનની સપાટીથી મનને તમે સંયમમાં લઈ જવા માંગશો, તેને પસંદ નહિ પડે. મનથી ઉપરની એક અવસ્થા જાગૃત ચેતનાની છે, તે સ્તરેથી તમે મનને આજ્ઞા આપો. મનોસંયમ સરળતાથી સાધ્ય થશે. જેમ એક શિષ્ય બીજા શિષ્યને કહેશે તો તે કહ્યું માને કે ન માને, પરંતુ જો ગુરુ આજ્ઞા હશે તો તે જરૂર આધીન થઈને વર્તશે. આપણે વ્રત પચ્ચખાણ બધું જ લગભગ મનની સપાટી પર રહીને કરીએ છીએ, સામાયિક આદિ પણ એ સપાટીથી કરીએ છીએ એટલે