________________
કર્મોનો ક્ષય આત્મજ્ઞાન વડે થઈ શકે છે. આત્માના આવા સામર્થ્યનું દર્શન વિવેકચક્ષુ - દિવ્યચક્ષુ વડે થઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાની યથાર્થતા કે સુમેળ તે વિવેક ચહ્યું છે. દેહનો નેહ એ વિવેક ચક્ષુ વડે છૂટે છે.
જડ અને ચૈતન્યના, હિતાહિતનો, સત્યાસત્યનો નિશ્ચય કરવો તે સમ્યગુજ્ઞાન છે. પરમાત્મા કથિત તત્ત્વની યથાર્થતા તે સમ્યગુશ્રદ્ધા છે. તે તત્ત્વોનો અનુભવ કરવો તે ચારિત્ર છે. તે ચારિત્ર સામાયિકથી શરૂ થાય છે, જીવનભરનું સામાયિક આદરનાર સાધુ-સાધ્વી છે. સમયની મર્યાદામાં સામાયિક કરનાર શ્રાવક-શ્રાવિકા છે.
પુણિયા શ્રાવકે સમયની મર્યાદામાં રહી સામાયિક કર્યા તે પણ ભવતારક બન્યા. દેવોને પણ પ્રભાવિત કરનારા ઠર્યા. ભગવાન મહાવીરે આ જીવન સામાયિક ધર્મ પાળ્યો તે પણ સિદ્ધિગતિને પામ્યા. ત્રણે લોકને પૂજનીય બન્યા. આજીવન સામાયિકના સાહજિકતાવાળા મહાવીર ભગવાને શ્રેણિકને નરકાયુથી રક્ષણ મેળવવા પુણિયાજી પાસે ફકત એક સામાયિકનું ફળ લેવા સૂચવ્યું હતું.
આથી સમજાશે કે સામાયિકના બે ઘડીના શુદ્ધ સમભાવી પરિણામનું શું માહાભ્ય છે કે સામાથ્ય છે? એ સામાયિક જીવનનાં બીજાં ઘણાં મૂલ્યો સહિત છે. અનાસક્તિ, સ્વૈચ્છિક ગરીબી, પ્રામાણિકતા, મૈત્રી આદિ ભાવનાઓ, અતિ નમ્રતા ધર્મશ્રદ્ધા, આવાં ઘણાં આત્મિક મૂલ્યો સહિતના સામાયિકનું સામાÁ અલૌકિક છે લોકોત્તર છે.
દેહદૃષ્ટિના શમન પછી અંતરાત્મ દૃષ્ટિ વિકસે છે, જો કે ત્યારે સૂક્ષ્મ સંસ્કાર પ્રત્યે જાગૃત રહેવું પડે છે. કર્મ કરતાં આત્મા બળવાન છે. અનંતકાળના પરિભ્રમણમાં અનેક પ્રકારનાં દુઃખો ભોગવ્યા છતાં આત્મા એવા જ સામાર્થવાળો આજે અડીખમ છે. સર્વથા કર્મનો નાશ કરવા સમર્થ છે. સર્પનો એક ફૂફાડો ટોળે વળેલાને વિખેરી નાંખે છે. તેમ જ્ઞાનીઓ એક શ્વાસપ્રશ્વાસમાં અનંત કર્મોને ખપાવી દે છે. પરંતુ એ આત્મા પ્રત્યે દૃષ્ટિ જવી જોઈએ.