________________
માર્ગે જતાં અહંકાર બુદ્ધિમાં ભળીને તને ભોળવશે. પણ એકવાર તારું ભાવભીનું હૈયું પ્રેમમય બન્યું પછી તને અન્યભાવ અને અન્યભવ ગમશે નહિ. આવી સમજ એ જીવનની ધન્ય પળ છે.
કર્મોની વિચિત્રતાથી જગતમાં શારીરિક, માનસિક, પારિવારિક, અનંત પ્રકારનાં દુ:ખોથી જીવો ગ્રસિત હોવાથી વ્યાકુલ હોય છે. તેઓ દુઃખથી છૂટવા ઈચ્છે છે છતાં દુઃખની મિત્રતા તેમને છોડતી નથી છતાં તેઓ તેનો ઉપાય સંસારના અભિગમથી શોધે છે, કે જ્યાં
.
દુઃખ મુક્તિનો ઉપાય નથી. કોઈ વિરલ જીવો જ દુઃખ ટળવાનો યથાર્થ ઉપાય શોધે છે. કારણ કે દુ:ખથી મુક્ત થવાનું યથાર્થ કા૨ણ ન મળે તો ઉપાય પણ યથાર્થ ન જ મળે.
અજ્ઞ જીવો જાણતા જ નથી કે શરીરની વ્યાધિ માત્ર ઔષધથી મટતી નથી. મનનું દુ:ખ બાહ્ય સાધનથી મટતું નથી. પરિવાર વધવા કે ઘટવાથી પારિવારિક દુ:ખ જતું નથી. માટે સુજ્ઞ જીવોએ જાણ્યું કે આવા દુઃખથી મુક્ત થવાનો ઉપાય બીજો જ છે. દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાન ટળે જ્ઞાન પ્રગટે ત્યારે જીવને આત્મસ્વરૂપનો પરિચય થાય. તેથી તે જ્ઞાન વડે જ્ઞાનની પરિપકવતા વડે સમતાને સાધ્ય કરે છે. સમતા સુખનો મૂળ ઉપાય હોવાથી યોગીઓ શમરસમાં નિમગ્ન થઈ આત્માનંદને પ્રાપ્ત કરે છે.
પ્રશાન્તાત્મસ્વરૂપની ખુમારી સાશ્ચર્ય ઉપજાવનારી છે. પરમપુરુષદશાના વર્ણનમાં કહે છે કે “જેને કંચન કાદવ લાગે છે, રાજગાદીનાં પદહિણાં છે. રાગ-સ્નેહ તો ભાવમરણ સમાન છે. માન મોટાઈ તો માટીની ગાર જેવી છે. સિદ્ધિ જેવા જોગને વિષ સમાન માને છે. ઐશ્ચર્ય અશાતા-અસુખ સમાન લાગે છે. પૂજ્યતા, માન સત્કાર અનર્થકારી લાગે છે. કાયા તો રાખનો ઢગલો જાણે છે. ભોગવિલાસ તો ઝાળ જેવો લાગે છે. ગૃહવાસ તો હથિયારના તીક્ષ્ણ ભોંકાવા જેવો લાગે છે, આરંભનાં કાર્યો તો મૃત્યુ સમાન જાણે છે. કીર્તિ આદિ તો મેલ જેવાં ભાસે છે. પુણ્યના યોગ વિષ્ટા જેવા નિરર્થક લાગે છે.” પરમદશાનું વર્ણન આવું છે. જો કે પ્રશાંતાત્મા યોગીને કંઈ વિકલ્પ નથી પરંતુ તેમની ખુમારી આ પ્રકારે હોય છે. કારણ કે
પદ