________________
સહયોગથી થતી અંતરયાત્રા તારા કઠોર હૃદયને પણ પીગળાવશે. બરફની કઠોરતા જરા માત્ર ગરમીના સ્પર્શથી પીગળે છે ના? લોઢું પાણીના કોમળ સ્પર્શથી કાટથી પીગળે છે ના? પછી ભાઈ તું સદ્ગુરુના સહારાથી કેમ નહિ પીગળે ?
પ્રભુ મહાવીરના કોમળ શબ્દ સ્પર્શથી ઈન્દ્રભૂતિ ગૌતમની બરફ જેવી કઠોરતા ઓગળી ગઈ. પોતે જ કરુણાના સાગરરૂપે પ્રગટ થયા. આમ ક્ષણનું સુખ શાશ્વત બને છે. - શરીરના મધ્યસ્થાનમાં હૃદય છે, એ હૃદયમાં જો સમતા છે તો માનવી દુઃખના ઝંઝાવાતો, કે સંઘર્ષોના જ્વાળામુખીનો ભોગ બનતો નથી. શરીરના મધ્યસ્થાનમાં જેમ હૃદય છે, તેમ સંસારના મધ્યસ્થાનમાં પુણ્ય છે, જો પુણ્ય હાજર છે તો તેને કોઈ પીડા નથી પણ પુણ્ય વરસાદ જેવું છે ક્યારે કઈ દિશા પકડે તે કહેવાય નહિ.
સંસારમાં જીવને કોઈ દગો ક્યારે દે? વ્યાપારમાં ખૂબ નુકશાન થાય ક્યારે? વૃદ્ધાવસ્થામાં યુવાન પુત્રનું મરણ થાય ક્યારે? યુવાન પતિ કે પત્નીને અસાધ્ય રોગ થાય ક્યારે? અરે તું જ પોતે રોગથી ઘેરાઈ જાય ક્યારે ?
તારું પુણ્ય ખૂટે ત્યારે, પુણ્ય દગો દે ત્યારે. પછી તું તેને ઈશ્વર રૂઠયો કહે. પ્રારબ્ધ વણસ્યુ કહે, કુદરતનો કોપ કહે, તે સર્વેનું પરિણામ સ્વીકાર્યા વગર અબજપતિ કે અજબપતિ (યોગીઓ) સંન્યાસી કે સંસારી, કોઈનો પણ છૂટકો નથી.
એવા કપરા સંયોગોમાં ટકી જવાનું બળ જ્ઞાનીના વચનમાં જેને શ્રદ્ધા છે, જેની પાસે તત્ત્વનો બોધ છે, તે સમતાને સહારે ટકી જાય છે. આ સમતા કલ્પનાથી આવતી નથી. પણ સત્પુરુષોના પરિચયથી તેમના પાવન પ્રસંગોની પ્રેરણાથી પામી શકાય છે. દીવાલ પર લાગેલી બીલી જેમ થેલીનો ભાર ઝીલી શકે છે તેમ સમતા કર્મનો ભાર સહી લે છે.
જિનાગમ પણ સૂચવે છે કે ગુણશ્રેણિએ આરૂઢ થતાં કે ઉચ્ચ ભૂમિકામાં સ્થિર થવા મહાત્માઓ શ્રુતજ્ઞાનનું આલંબન લે છે. વળી એ સાધનામાં કોઈ ભૂમિકાએ દશા મંદ પડે તો ઉપયોગ ચલિત થાય
४५