________________
હશે જાગૃત હશે તો મન સંયમમાં રહેશે. મનને શુદ્ધ રાખવા વૈરાગ્ય અભ્યાસ અને સત્સંગ જરૂરી છે. પ્રેમ તત્ત્વ ઈશ્વરની ઓળખ છે. તે જ ઈશ્વરનો રંગ, સંગ છે.
આખી જિંદગી મેં મારા પિતાને ખોટા ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો, મને ત્યારે સમજાયું કે તે સાચા હતા, જ્યારે મારા દીકરો મને ખોટો ઠેરવવા તૈયાર થઈ ગયો.
પુણ્ય કર્મ પ્રકૃતિ છે. રસ્તે જતાં ધૂળ લાગે તો ખંખેરી દેવી પડે તેમ મોક્ષે જતાં પુણ્યયોગ આવે તો તે છોડીને આગળ વધવું.
અસાધ્ય રોગ થાય તો ઘરે ન રહે. દર્દી હોસ્પીટલમાં રહે. ભવરોગ અસાધ્ય છે તે ક્યાં રહે? (ઉપાશ્રયમાં)
પોતાનું મુખ છતાં તે દર્પણમાં જોવું પડે. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છતાં જ્ઞાન વડે જોવાય.
ખાવા-પીવાનો, પહેરવાના સુખનો સમય કેટલો ? છતાં પૂરી જીંદગી તે સાધનો મેળવવા પાછળ જાય છે.
અગ્નિનો ઉપયોગ કરીએ છતાં દાઝીએ નહિ. તેમ પુદ્ગલનો. ઉપયોગ કરીએ ત્યારે રાગાદિ ન કરાય.
ગુરુનું પાતંત્ર્ય ગમે કે કર્મનું ગમે? ગુરુની ગોદમાં રહે તે નિગોદમાં ન જાય. કષાયો જતાં જીવ કોમળ બને વિષયો જતાં નિર્મળ
બને.
સંવેગઃ ગુણીજનોના ગુણો તરફ રાગ. નિર્વેદઃ પોતાના દોષો તરફ ધૃણા. જિનાજ્ઞા માને તે જેને.
પરિણામ સ્વરૂપ ધર્મ થાય છે કે પ્રવૃત્તિ સ્વરૂપ તે વિચારવું. ક્રિયા રહી જાય તો દુઃખ, ભાવ ન થાય તો? પૂજા કરતી વખતે ક્યા ભાવ થાય અરિહંત થવાના કે સાધુ થવાના કે સંસાર સુખના?
આત્મા પરથી મોહનો અધિકાર ઉઠી જાય તે અધ્યાત્મ-વૈરાગ્ય.
દેવગુરુ કૃપાએ સારું શું થાય ! સંસાર છૂટી જાય. પહેલી ભૂલ આઠમે વર્ષે દીક્ષા ન લીધી બીજી ભૂલ યુવાનીમાં સંસાર માંડયો. ત્રીજી ભૂલ પરિવારની પ્રીતિ, પળોજણમાં પડયો. ભૂલની પરંપરા ચાલુ રહી. શાલીભદ્ર બધું આપ્યું તો મોક્ષ સુધીની પૂર્ણતા પ્રાપ્ત થઈ.
૨૦૪