________________
સ્વામી કહેવામાં આવે છે. એ મહા માનવ કેવા છે ?
જમીનમાં વાવેલા બીજને અંકુર થતાં, વેલો થતાં, વાર લાગે છે, અને ફળરૂપે પરિણમતાં સમય લાગે છે. ખેડૂત જેવી ધીરજ ધારણ કરીને તમે પણ તમારી સદ્ભાવનાના બીને પાંગરવા દેજો. તે ભાવનામાં શુદ્ધતા પ્રગટ થતા સ્વયં આત્મદર્શન પ્રાપ્ત થશે. તેમાં કેવળ બાહ્ય ક્રિયા પર્યાપ્ત નથી. પરંતુ વિચાર-પરિણામ, ભાવને ચેતનાશક્તિ પ્રત્યે જ વાળો, આત્મસ્વરૂપ પ્રત્યે વળેલા એક એક ભાવનું બહુમૂલ્ય છે, માટે અથાગ પ્રયત્ને તે ભાવનાઓને પુષ્ટ કરજો. કોઈ મંત્ર, જાપ, વચનબોધ, સૂત્રનો ભલે આધાર લો, પણ રઢ લગાવો.
તમે તમારી જ શુદ્ધ ભાવના વડે, વિચાર વડે, મંત્રોચ્ચાર વડે તમારી ચેતનાને આંદોલિત કરો, નહિ તો તે મનાદિ યોગ વડે આંદોલિત થઈ કાર્મણવર્ગણા ગ્રહણ કરશે. અને તેના પરિણામથી સુખદુઃખનું સર્જન થશે. માટે યોગના વ્યાપારને શુભમાં પરિવર્તિત કરો, સામાયિક જેવા અનુષ્ઠાન વડે ભાવના આદિને નિર્મળ કરો, તેના વડે ચેતનામાં આંદોલન થશે તો પણ તમને અશુભ વિભાવથી બચાવશે.
માનવને કંઈ પણ મેળવવાની અદમ્ય ઈચ્છા થાય છે ત્યારે તે જંપીને બેસતો નથી. અથાગ પ્રયત્ન વડે તે મેળવીને જંપે છે. તેમ જો તમને સાચું સુખ મેળવવાની અદમ્ય ઈચ્છા હશે તો તમે તે મેળવવા, તે જ્યાંથી મળે ત્યાં તમારી શક્તિને કામે લગાડશો. વળી આંતરિક સુખ મેળવવા તમારે કંઈ દૂર તો જવાનું નથી. તમારા શુદ્ધ અંતઃકરણમાં તમારે પ્રવેશ કરવાનો છે, તેમાં તમારે સહાય જોઈએ તો સત્પુરુષના, સત્ત્શાસ્ત્રોના વચનનું અવલંબન લો. શુદ્ધભાવ વડે શુદ્ધ અંતઃકરણમાં પહોંચી જાવ, ત્યાં કેવળ શુદ્ધ સાગર લેહરાય છે, સમતારસનો દરિયો ત્યાં ઊછળે છે. જે સામાયિકમાંનું રહસ્ય છે.
સુખ મેળવવાનો પ્રવાહ ઘણો પ્રબળ છે, એટલે જીવમાત્રમાં તે અનાદિકાળથી ચાલ્યો આવે છે, પરંતુ ચેતના તંત્ર સાથે બીજા વૈભાવિક પરિબળો હોવાથી જીવ સાચા સુખની ભાવનાને આંબી શકતો નથી. જે મહામાનવોએ એ સુખના માર્ગે ઝૂકાવ્યું તેમણે તે સુખ પ્રાપ્ત કર્યું. આપણે સૌ તે સુખ પ્રાપ્ત કરીએ તેવી ભાવના હો.
૧૯૩