________________
અને તેનાથી કર્મની નિર્જરા, ભય, દ્વેષ, ખેદનો અભાવ તે મોક્ષ છે.
જેની ઉત્પત્તિ અન્ય કોઈ દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ કયાંથી હોય? આત્માને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી મૃત્યુના ભયની ભ્રાંતિ છે તેનું નિવારણ શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ વડે પરમ જાગૃતિના અનુભવથી જ્ઞાની પુરુષને થઈ શકે છે તેથી આત્મજ્ઞાની સદા નિર્ભય છે; એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે તે અદ્વેષ છે. તથા સર્વ પદ્રવ્યથી વૃત્તિને વ્યાવૃત્ત કરી જયારે આત્મા, આત્મા રૂપે વર્તે છે, ત્યારે તે અકલેશ સમાધિને પામે છે, તે અખેદ છે.
સામ એટલે મધુર પરિણામ, સ્નેહ, મૈત્રી. સમ એટલે રાગ દ્વેષમાં મધ્યસ્થપણાનું પરિણામ તે ધૃતસામાયિક.
સમ્મ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રની ક્રિયામાં મળી જવું તે ક્રિયા સામાયિક છે.
સ્વ-સંરક્ષણ વૃત્તિને સર્વ સંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક છે. પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને કોઈ આત્મા “સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને ખતમ કરી શકતો નથી. અપૂર્વ જે વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા જ થાય છે. - વિશ્વહિતની ભાવના એટલે સર્વ સંરક્ષણ વૃત્તિ. આ વૃત્તિ ધર્મસ્વરૂપ છે અને ધર્મ સંબંધ સર્વને સુખકારક છે. અધર્મ સંબંધ પરસ્પરને પીડાકારક-અહિતકારક અને અસુખકારક છે. એટલે જ કહેવાયું છે કે “સર્વના વિચારથી ધર્મનો પ્રારંભ થાય છે અને એકના ધર્મથી સર્વને લાભ થાય છે.”
આવો લાભ આપવાનું અચિન્ય સામર્થ્ય જેનામાં છે, તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે.
આવા તાત્ત્વિક સામાયિકની પરિણતિ, એક માનવભવમાં જ શકય છે. માટે તે દેવદુર્લભ ગણાયો છે. આવો દેવદુર્લભ માનવભવ વિષમતાના હવાલે ન થઈ જાય, તેની પૂરેપૂરી સાવધાની રાખવામાં
૧૮૯