________________
સ્થિતિ છે. પ્રભુ પ્રાપ્તિ માટેની સાધના એ જ યુવાનીનો સમ્યગુ ઉપયોગ છે. પરવસ્તુની પ્રાપ્તિ માટેના પ્રયત્નો એ યુવાનીનો દુરુપયોગ છે. સદુપયોગ દુરુપયોગનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેના પ્રકાશમાં જીવવું તેનું જ નામ યથાર્થ જીવન છે.
જેના જીવનની કોઈપણ પળ પર વસ્તુના અભાવને ખરેખર ખાલીપો સમજીને તેને ભરવા માટે ખર્ચાય છે, તે માણસ આત્મનિષ્ઠ નથી જ. પૂર્ણને આવી ઈચ્છા ન જ હોય.
મુક્તિ માર્ગના ચાર અંગ છે. સમ્યમ્ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન. સમ્યગુ દર્શન શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ, પૂજન વંદન નમન છે. સમ્યગ જ્ઞાન માટે સન્શાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગું ચારિત્ર માટે વ્રત તપ નિયમ સંયમ અહિંસા આદિ છે.
સમ્યગું ધ્યાન માટે અનશનથી માંડીને કાર્યોત્સર્ગ જેવા સઘળા તપ છે.
આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે તે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. પૂર્ણતા પામે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સામાયિક : દ્રવ્યથી, ધર્મોપકરણ સિવાય બીજાં સર્વ દ્રવ્યોનો ત્યાગ કરવો.
ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યા રાખીને બીજી જગ્યાનો ત્યાગ કરવો.
કાળથી બે ઘડી પર્યત સામાયિકમાં રહેવાનો નિર્ણય કરવો.
ભાવથી રાગદ્વેષ રહિતતા અને સમભાવ સહિતતા અથવા અશુભ ધ્યાનનો ત્યાગ અને શુભ ધ્યાનનો સ્વીકાર કરવો.
સામાયિક એ આત્મા છે. અને આત્મા પોતે ભય, દ્વેષ અને ખેદ રહિત છે. ભય, દ્વેષ અને ખેદ એ પર્યાયના ધર્મો છે. તે ક્ષણભંગુર અને અસ્થિર છે. પર દ્રવ્યના સંબંધથી થનારા છે. તે બધાથી ભિન્ન એવા નિત્ય, અખંડ, અભંગ આત્માનો વિચાર નિર્ભયતા, નિર્લેષતા અને નિખુંદતાની અનુભૂતિ કરાવે છે.
ચેતનાને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા તે સંવર સામાયિક છે
૧૮૮