________________
એવો વૈદ્યકશાસ્ત્રનો સાર છે, અભિપ્રાય છે. કપિલ નામનો પંડિત કહે છે કે, “સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે.” બૃહસ્પતિ નામનો ત્રીજો પંડિત કહે છે કે, પૈસાના વિષયમાં કોઈનો ય વિશ્વાસ ન કરવો' એ અર્થશાસ્ત્રનો સાર છે અને પાંચાલ નામનો પંડિત કહે છે - સ્ત્રી પ્રત્યે કોમલ ભાવ રાખવો પણ કઠોર ન થવું... એ કામશાસ્ત્રનું રહસ્ય છે.
આ રીતે ચાર પંડિતોએ ચાર લાખ શ્લોકનો સાર એક જ શ્લોકમાં બતાવ્યો તેમ સાગરસમાં દ્વાદશાંગીશાસ્ત્રોનો સાર બહુ થોડા શબ્દોમાં સમજવો તે સંક્ષેપ સામાયિક.
(૬) અનવધ સામાયિક ઉપર શ્રી ધર્મચિની કથા : આચાર્યભગવંત શ્રીધર્મઘોષસૂરિજી મ.ના તપસ્વી શિષ્યરત્ન શ્રીધર્મરુચિ અણગાર માસક્ષમણના પાણે ગુરુદેવની આજ્ઞા લઈ ગોચરી માટે નીકળ્યા... ફરતા ફરતા મહામુનિએ રોહિણી બ્રાહ્મણીના ઘરમાં ધર્મલાભપૂર્વક પ્રવેશ કર્યો. તેના ઘરમાં ઝેર જેવી કડવી તુંબડીનું શાક કર્યું હતું તે ધર્મના દ્વેષથી રોહિણીએ તપસ્વી મુનિરાજને વહોરાવી દીધું. મુનિએ પોતાની સામાચારી પ્રમાણે ગુરુદેવને ગોચરી બતાવી. ગુરુએ વિષમય કડવી તુંબડીનું શાક જાણીને મુનિને કહ્યું; આ ઝેરી આહાર નિરવદ્ય (જીવરહિત) સ્થાને જઈને પરઠવી આવો અને બીજો આહાર લાવીને પારણું કરો.
ગુરુ મ.ની આજ્ઞાથી ધર્મરુચિ અણગાર વિષમય ગોચરી પરઠવા માટે ગયા. એક ટીપું પરઠવ્યું ત્યાં તો તેની ગંધથી એના ઉપર અનેક કીડીઓ આવીને વળગી... અને મરણ પામી. જીવોનો સંહાર જોઈ, પાપના ભયથી એ મુનિ સર્વજીવોને ખમાવી પોતાની કાયાને જ શાક પરઠવવા માટે સૌથી નિરવદ્ય સ્થાન સમજી કડવી તુંબડીના શાકને પોતે જ વાપરી ગયા... જોતજોતામાં તો આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું! સમાધિપૂર્વક મરણ પામી મહામુનિ સ્વર્ગે સિધાવ્યાં!!
આ રીતે ધર્મરુચિ અણગારનું નિષ્પાપ-નિરવદ્ય આચરણરૂપ આ અનવદ્ય સામાયિક કહેવાય.
(0) પરિજ્ઞા સામાયિક ઉપર શ્રી ઈલાપુત્રની કથા :
૧૭૮