________________
આપ્યું, ત્યાર પછી ત્રિપદી આપી. પરમાત્માના વચનથી ગણધરો અપ્રમત્ત દશાને પ્રાપ્ત થયા. આપણા જીવનમાં ગણધરોના, પછી પરંપરાએ મળતા ગુરુવચનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ગુરુ દોષોને છોડાવી આત્મગુણો પ્રત્યે લઈ જાય છે. ભૌતિક જગતમાં આત્માના ગુણોના જેવું કશું જ ઉત્તમ કે પૂર્ણ નથી. પરંતુ જીવ ને મોહે અંધ કર્યો છે. મોહની આંખે જોવાથી જીવ બંધાય છે. મોહ શમે, જીવને ઉપયોગની સ્થિરતા આવે ત્યારે સામાયિકના પરિણામ યથાર્થ બને. સામાયિક ઉપયોગની સ્થિરતા માટે છે.
જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન-શુદ્ધજ્ઞાનમય છે. જો સત્તામાં કેવળજ્ઞાન ન હોય તો તેને ઢંકાવાપણું નથી રહેતું કે પછી પ્રગટ થવાપણું નથી. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન પોતે જ અજ્ઞાન છે તેને આવરણ ન હોય. મોહે આ પાંચ જ્ઞાનને આવરિત કર્યા છે.
સામાયિક એ સમતા છે, સમાધિ અવસ્થાનું દ્યોતક છે. યોગના આઠ અંગમાં આઠમું અંગ છે. સાત અંગ એ દશામાં જવાનાં પગથિયાં છે. ચિન્મય સમાધિ એ આત્માની જ અવસ્થા છે. તે અધ્યાત્મભાવના, ધ્યાન કે સમતા વગર સંભવે નહિ. વળી ધ્યાન કે સમતા અધ્યાત્મભાવના વડે પરિપકવ થાય. પદાર્થનું યથાર્થ જ્ઞાન ન હોવાથી જીવને પદાર્થમાં રાગાદિભાવ થાય છે. પર પદાર્થમાં કંઈ સુખ નથી એવી શ્રદ્ધા અધ્યાત્મભાવના વડે ટકે છે.
સામાયિકના ત્રણ ભેદ સમ્યકત્વ, શ્રુત, ચારિત્રા ૧. સમ્યકત્વ સામાયિક - જિનવર કથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા
તથા સતદેવ, સત્વગુરુ, સધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા. શુદ્ધાત્માના લક્ષે પ્રવર્તન તે સમ્યકત્વ સામાયિક છે. આ સમ્યકત્વ પૂર્વના બળવાન આરાધક જીવને સ્વાભાવિકપણે કંઈ પણ નિમિત્ત વગર પ્રગટ થાય છે. તે સાધકાત્માએ પૂર્વે દઢપણે સર્વજ્ઞની કે ગુરુવચનની યથાર્થ શ્રદ્ધા કરીને સંસ્કાર દેઢ કર્યો હોય છે. તે સિવાય જીવોને સગુરુના યોગે, શાસ્ત્ર શ્રવણ વગેરે નિમિત્તથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગુશ્રદ્ધામાં ઉપયોગની
૧૫