________________
૪૩.| લોગસ્સ સૂચથી કાયોત્સર્ગમાં સ્થિરતા માટે
તીર્થકરનું ધ્યાન-સ્તુતિ
(ચતુર્વિશતિ જિન સ્તવ)
કાયોત્સર્ગ ભાવવિશુદ્ધિ સહિત કર્મ નિર્જરાનો ઉપાય છે. બાર પ્રકારના તપમાં અંતિમ પ્રકાર કાયોત્સર્ગ છે. અગિયાર તપની આરાધના પછી દેહભાવ છૂટવાનું સામાÁ આવે છે, એટલે તપનું પણ આખરી માહાસ્ય કાયોત્સર્ગ છે. અગિયાર પ્રકારના તપનું સેવન દેહ ભાવ ત્યજી, દેહભાવથી મુક્ત થઈ આત્મભાવમાં સ્થિર થવાનું છે. વળી મનનું વલણ દેહ પ્રત્યે છે. તે મનને જો અવલંબનમાં જોડવામાં આવે દેહાધ્યાસ છૂટવાની સંભાવના છે.
મનને જોડવાનું શ્રેષ્ઠ સર્વોચ્ચ અવલંબન અરિહંત પરમાત્મા છે. આથી આ સૂત્રમાં ચોવીસ અરિહંત પરમાત્માના વંદન કીર્તન વડે મનને એકાગ્ર કરવાનું છે. જેમના જન્મ-મરણ નષ્ટ થયાં છે, જેઓ સંપૂર્ણપણે સંસારથી મુક્ત થયા છે, તેમને પ્રસન્ન કરવા માટે બહુમાનપૂર્વક વંદન કરવાનું છે.
ચોવીસે તીર્થકરો ધર્મતીર્થનું પ્રવર્તન કરનારા છે. સમસ્તવિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા છે. તીર્થકર ભગવંત જ્યારે સાક્ષાત વિચરે છે ત્યારે તેમની આગળ દેવકૃત ધર્મચક્ર ચાલે છે. સમગ્ર પૃથ્વીમંડળને પ્રકાશિત કરતું. સવિશેષ મિથ્યાત્વના મોહસ્વરૂપ અંધકારને તે દૂર કરે છે.
વળી ધર્મચક્રનો પ્રભાવ મિથ્યા દષ્ટિઓના અંધકાર સામે સૂર્યસમાન અને સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃત જેવો છે. ધર્મચક્રનો આવો પ્રભાવ શ્રી તીર્થકરોના પુણ્યપ્રભાવનું સૂચક છે. શ્રી તીર્થકર ભગવંતો મહામહિમાવાન અને પૂજનીય છે.
• મુખ્યપણે કર્મક્ષયનું કારણ તીર્થકરો છે. ૦ બોધિબીજની પ્રાપ્તિના હેતુ છે. • ભવાંતરે પણ બોધિની પ્રાપ્તિ કરાવનાર છે. ૦ સર્વ વિરતિના ઉપદેશક હોવાથી પૂજનીય છે. • અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે.
૧૫૩