________________
સહન થવું. ક્ષમાદિ ગુણો સહજ ધારણ થાય છે. અનિત્યાદિ ભાવનાથી મન ભાવિત બને છે. કાયોત્સર્ગ બે ઘડીના સામાયિકથી માંડીને છેક પૂર્ણ ચારિત્ર સુધી પહોંચાડવાનો સેતુ છે. અર્થાત્ જીવાદિ તત્ત્વોમાં જીવ, સંવર, નિર્જરા, મોક્ષ જે જીવનાં તત્ત્વો છે તે કાયોત્સર્ગમાં પ્રગટ થાય છે. કાયોત્સર્ગ આત્મપ્રદેશ પર જામેલા કર્મના કાંપને ઉલેચીને નષ્ટ કરે છે. હવે આપણે નિર્જરા તત્ત્વને કાયોત્સર્ગમાં માણી લઈએ.
૧. અનશનઃ કાયોત્સર્ગમાં ચારે આહારના ત્યાગરૂપ અનશન. ૨. ઉણોદર. ૩. વૃત્તિ સંક્ષય. અને ૪. રસત્યાગ સહજ થાય છે.
૫. કાય ફ્લેશઃ કાયોત્સર્ગમાં દેહમમત્વનો ત્યાગ હોવાથી જે કિંઈ કષ્ટ આવે તે સમભાવથી સહન થાય છે.
૬. સંલિનતાઃ કાયોત્સર્ગમાં દેહઆસનસ્થ હોવાથી અંગોપાંગનો સંકોચ સહજ છે.
કાયોત્સર્ગમાં અત્યંતર તપનો સમાવેશ.
૧. પ્રાયશ્ચિત : કાયોત્સર્ગ દ્વારા પાપનો છેદ અને ચિત્તની નિર્મળતારૂપ પ્રાયશ્ચિતની પરિણતિ છે.
૨. વિનયઃ ૩. વૈયાવચ્ચ કાયોત્સર્ગ કરતાં પહેલાં જે “અરિહંત ચેઈયાણં સૂત્ર આવે છે તે કાયોત્સર્ગમાં વિનય, સત્કાર વૈયાવચ્ચનો હેતુ થાય છે.
૪. સ્વાધ્યાય : કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા, શાસ્ત્રોક્ત પદાર્થોનું ચિંતન, વાચનાદિથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે.
૫. ધ્યાનઃ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના સમસ્ત પ્રકારો દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે તે ધ્યાનયોગ છે.
૬. કાયોત્સર્ગ : અલ્પકાલીન દેહાધ્યાસ - બહિરાત્મભાવનો ત્યાગ, અથવા સંલેખના જેવા વ્રતથી સદાને માટે દેહાધ્યાસનો ત્યાગ થાય છે.
આ ઉપરાંત પાંચે ઈન્દ્રિયોના દમન દ્વારા, ક્રોધાદિ કષાયોના શમન દ્વારા, હિંસાદિના ત્યાગ દ્વારા, મનાદિ યોગોના પાપવ્યાપારનો ત્યાગ, અને કાયિકી રપ ક્રિયાઓના પરિવાર દ્વારા આશ્રવ નિરોધ થાય છે. અને સંવર તથા નિર્જરા તત્ત્વરૂપ પરિણતિ પ્રગટ થાય છે.
૧૫૨