________________
નવકારમંત્રની મુખ્યતા રાખવી. નિયમિતક્રમ પૂરો થાય પછી શાસ્ત્રવાચનની વિશેષતા રાખવી. મનઃસ્થિતિ કે ભૂમિકા પ્રમાણે ધ્યાન - ચિંતનનો અભ્યાસ કરવો. સમતાભાવની વૃદ્ધિ માટે વારંવાર ભાવના ભાવવી.
સામાયિકમાં મનને નવરું ન રાખવું, તે પોતે સંગ્રહેલા પુરાણા સંસ્કારમાં, સંસારના પ્રયોજનમાં પહોંચી જશે. માટે પુનઃ પુનઃ શુભોપયોગમાં રહેવા પ્રયાસ કરવો.
કેવળ બાહ્ય ક્રિયામાં સામાયિક પૂરું ન કરવું. પરંતુ અંતઃસ્તલમાં જવા શાંતચિત્તે પ્રયત્ન કરવો. સૂત્ર અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઉપયોગી છે. તત્ત્વના અભ્યાસ અને ચિંતનથી ચિત્તના ઊંડાણમાં પહોંચી જાવ, જુઓ અંતઃસ્થલ કેવું સાફ થતું જાય છે. એ સ્વચ્છ ભૂમિમાં બિરાજમાન ચૈતન્યરાજાનો ઠાઠ -વૈભવ જુઓ પછી ત્યાંથી પાછા ફરવું નહિ રૂચે. છતાં મન કંઈ વધુ વાર ચૈતન્ય મહારાજાના સંગમાં ટકે નહિ, છતાં ત્યાંથી પાછું ફરીને તે તુચ્છ પદાર્થોમાં ફસાઈ ન જાય. માટે પરમાત્માના ગુણ ચિંતન સ્તવનમાં પુનઃ પુનઃ જોડવું.
શાસ્ત્રો જગતનું અને આત્માના સ્વરૂપનું ગહન રહસ્ય પ્રગટ કરે છે. તે જાણવું સમજવું રસપ્રદ છે. તેમાં આપણી જ સવિસ્તર કહાણી છે. માટે સામાયિકમાં સૂક્ષ્મ વિચાર વડે ઊંડા ઊતરો અને એ પ્રદેશમાં પહોંચો. જ્યાં કેવળ સુખ જ છે.
૧૩૩