________________
સુખ હો !
“એ સબ પુદ્ગલની બાજી અવધુ સદા મગનમેં રહેના.”
આમ સામાયિકથી શુદ્ધ ચારિત્રનું નિર્માણ થતું જાય છે. અને મોહરાજાના સૈન્યને પીછે હઠ કરાવી, સાધકમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી જવાથી પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટે છે. સિદ્ધાવસ્થાની તદન સમીપતા થાય છે.
ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી સિદ્ધાવસ્થાના સુખનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને જ્યાં આયુષ્ય પૂર્ણ થયું કે સર્વથા સર્વ કર્મથી મુક્ત થઈ, યોગનો સંપૂર્ણ નિરોધ થઈ, એક સમય માત્રમાં જીવ સિદ્ધાવસ્થાને છે.
સિદ્ધાવસ્થા એટલે કર્મ કલંક રહિત પૂર્ણ સ્વરૂપ દેહરહિત કેવળ શુદ્ધ ચૈતન્ય, સ્વરૂપ રમણતામાં અનંતકાળ પર્યંત સમાધિ સુખમાં રહે છે. જે પદ કે સુખનું વર્ણન સ્વયં સર્વજ્ઞ પણ પૂર્ણપણે કહી ક્યા નથી.
ચારે ગતિમાં સામાયિકથી આવી અનુપમ સિદ્ધિ કેવળ મનુષ્યદેહમાં રહેલી ચેતનામાં જ સંભવ છે. મનુષ્યદેહ પામીને જો આ સિદ્ધિ પ્રાપ્ત ન કરી તો દુઃખદ સ્થિતિથી છુટકારો થશે નહિ. માટે શાશ્વત સુખ સુધી પહોંચાડનાર દોષ રહિત શુદ્ધ સામાયિકની આરાધના કરીને જન્મને કૃતાર્થ કરીએ. એવા અવસરને પામીયે.
૧ ૨૯