________________
- તીર્થંકરાદિનાં બોધવચનો ગ્રહણ કરી પ્રથમ તેમાં મનને જોડે છે. તેમાં અપૂર્વ આદરથી આરાધના કરે છે. તેમાં આવતા અંતરાયોને જ્ઞાની પુરુષની | જિનેશ્વરની ભક્તિ વડે દૂર કરે છે. - ત્રિવિધ યોગનો નિરોધ ચૌદમા ગુણસ્થાનકે છે, તે પ્રથમની દરેક ભૂમિકાએ યોગનું પ્રવર્તન સંયમિત રહે છે. એટલે યોગવાળો છતાં તે યોગી છે. હજી યાત્રા ચાલુ છે. આલંબનની ભૂમિકાએ છે, છતાં અંતરંગ શ્રદ્ધામાં સ્વરૂપના લક્ષનું ભાન છે, તે જિનાજ્ઞા, જિનેશ્વરે પ્રણિત કરેલા કર્મને આધીન થઈ વર્તે છે. જેમ જેમ તે આજ્ઞામાં - વચનોમાં માર્ગમાં પરિણત થતો જાય છે. તેમ તેમ અજ્ઞાન / વિભાવ ત્યજીને પોતાના જ સ્વરૂપમાં એકરૂપ થઈ જાય છે. ત્યાં જિનપદ નિજપદની એકતાનો પ્રારંભ છે.
જેમ જ્ઞાની પુરુષની ભક્તિમાં, જિનાજ્ઞામાં અવરોધ કરનારા પાંચ વિષય, ચાર કષાય, પ્રમાદ અને સ્વચ્છંદ જેવા દોષો છે. તેમ આ મહાપ્રયાણને પંથે પણ આ દોષો જીવને મૂંઝવે છે. તેથી સાધકે તે તે સ્થાનોથી દૂર રહેવું. તેમાં થતાં અહં અને મમત્વનો ત્યાગ, કરવો. પૌગલિક પદાર્થોમાં કોઈ વિશેષતા નથી તેમ જાણી તેનો પરિચય ઘટાડવો. જડ-ચેતન પદાર્થોનું અલ્પત્વ કરવું. તેવાં ક્ષેત્રોને વર્ય કરવા. સમયોચિત આરાધના કરવી અને ભાવવિશુદ્ધિ કરવી. જેથી જીવને ક્યાંય મોહનું રૂપાંતર થઈ મૂંઝાવાનું ન રહે. સામાયિક એ સમતાનો આવિષ્કાર છે. તેથી તે હરેક પળે યોગ્ય રીતે સહજપણે જીવને દૃષ્ટિ આપે છે. ક્રોધની સામે ક્ષમા, વિરોધી તત્ત્વો કે ઉપસર્ગ સમયે પણ એ જ સમતા, અનેક પ્રકારમાં પ્રસંગોમાં આ યાત્રી જાગૃત છે. સ્વરૂપ બહારની પરિસ્થિતિમાં બેકાબૂ બનતો નથી પણ સ્વરૂપ લક્ષે જિનાજ્ઞા દ્વારા મળેલી શીખને કાર્યાન્વિત રાખે છે.
એ સમતાનો આવિષ્કાર મુનિને સહજપણે સિદ્ધાવસ્થાની ભાવનાથી રક્ષિત રાખે છે. શત્રુ - મિત્રના ભેદ રહિત, માન-અપમાનનાં કિંધ રહિત, જીવન ટકો કે મૃત્યુની પળ હો, જંગલ હો, સ્મશાન હો, મુનિનો એક જ રણકાર છે. સમતા.સમતા... ઉત્કૃષ્ટ તપ આરાધન હો કે રસવતી આહાર સામગ્રી હો, અલાભ પરિષહ હો કે દેવલોકનાં
૧૨૮