________________
એ છે કે પ્રભુ જેવો ક્યારે થાઉં? આવી ઉચ્ચભાવના વડે અંતરંગના દોષોને નિવારતો જાય છે.
હવે એ પ્રગટ કે અપ્રગટ નાના એવા દોષ પ્રત્યે પણ સજાગ છે. દોષનો જાણે અજાણે પક્ષપાત કરતો નથી. સ્વપ્રશંસાનો અહં તો ગુરુ અનુગ્રહથી શાંત થતો જાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં રસપૂર્વક રાચતો નથી. સ્વજન આદિ સંબંધોમાં નિઃસ્પૃહ સ્નેહ વડે વ્યવહાર નિભાવે છે.
સામાયિક આદિ અનુષ્ઠાનો દોષરહિત જાગૃતપણે કરે છે, નિત્ય નિત્ય ઉત્તમ ભાવનાઓ વડે ચારિત્રશુદ્ધિને સાધે છે.
તે રોજ આ રીતનો વિચાર કરે છે કે આ સંસારમાં શ્રમણ ભગવંતો ધન્ય છે કે જે આજીવન સુવિશુદ્ધ સામાયિક કરે છે. હું પણ તેમની જેમ ક્યારે શ્રમણ થઈ જીવન પર્યત સાધુપણે વિચરીશ? આ સંસાર ક્યા કારણથી પરિચય કરવા યોગ્ય છે ! પૂર્વકાળથી આજ સુધીમાં સંસારથી હું શું પામ્યો!
શ્રીપાળકુમાર સાધક હતા. તેમની મનોદશાનો તમે ક્યારેય અભ્યાસ કર્યો ? રાસ સાંભળ્યો. ઓહો હો હો. નવ રાજ્ય, નવ રાણીઓ અને ઘણું બધું નવલાખ ને નવ કરોડ, પણ શ્રીપાળ માટે એ સાધક હતું કે બાધક ? આવી સમૃદ્ધિ સાંભળતા તમારું મન ભરાઈ જાય, ઓહો આવી સમૃદ્ધિ? શ્રીપાળે કેવળ શ્રી સિદ્ધચક્રપૂજન કર્યું કે ભણાવ્યું ન હતું. પણ પચાવ્યું હતું કે સુખમાં સમભાવ દુઃખમાં વિશેષ સમભાવ.
ધવલે દરિયામાં પધરાવી દીધો, ધક્કો લાગતાંની સાથે હૃદય અને ચક્ષુમાં શ્રી સિદ્ધચક્રજી ધારણ થયા. એટલે જલતરણી વિદ્યાઓ કાર્યશીલ થઈ ગઈ. જહાજમાં બેઠેલી બે રૂપવતીઓ પ્રત્યે ન રાગ, અને દરિયામાં ધકેલી દેનાર ધવલ પ્રત્યે ન ષ આવી માધ્યસ્થ ભાવનાના બળે પુણ્ય બચાવી લીધા.
વળી ધવળ સામે આવ્યો ત્યારે સમતાની ચરમસીમા જ ને ! તેને જોઈને એક રૂંવાડામાં પણ વિષમ ભાવ, ભૂતકાળના પ્રસંગની સ્મૃતિ કે સત્તાનો કોઈ મદ ન હતો, પણ અપકારી પર ઉપકાર, હાર્દિક બહુમાન, આ પ્રસંગો મળે છતાં સમતા જ સમતા. સાધકની
૧ ૨૪