________________
દેહબુદ્ધિમાં રહેલી સુખની કલ્પના નિરર્થક છે. કારણ કે ક્યારે પણ અવિનાશી દેહની પ્રાપ્તિ થતી નથી. અને જે વિનાશી છે તે સુખદાયક ન હોય. એટલે દેહનો સંયોગ સંબંધ પૂરો થતાં છૂટવાનો જ છે. માટે તેમાં અહં કે મમત્વ કરવા જેવું નથી.
તે યથાશક્તિ પંચવિષયાદિથી નિવૃત્ત થવા સતત જાગૃત છે. ક્લેશ કષાયોને દુઃખરૂપ જાણી સત્સંગના બળે તેની અલ્પતા હોય છે. પરિગ્રહાદિનો પરિચય અલ્પ હોય છે. આમ વૈરાગ્ય ગુણનો વિકાસ થતો જાય છે. તેમ તેમ આંતરિકદશામાં દઢતા આવે છે. તે જડનું સ્વરૂપ જાણે છે કે જીવોને સૌથી વિશેષ દેહનો નેહ છે. એવો દેહ પણ મરણ, રોગ, વૃદ્ધત્વના દુઃખથી ઘેરાયેલો છે. તેનાથી સુખ કેવી રીતે મળે ? તો પછી ધન ધાન્યાદિ સ્ત્રી પુત્રાદિ તો તેનાથી પણ દૂર છે, તેમાં સુખ નથી. આમ આત્મસુખના નિર્ણયવાળો તે ચક્રવર્તીના સુખને પણ તુચ્છ માને છે.
વીતરાગે કહેલા આત્મસ્વરૂપની, આત્મિક સુખની શ્રદ્ધા દેઢ છે, પરંતુ ચારિત્ર અવસ્થામાં નબળાઈ છે, તે જાણે છે છતાં મનોદશામાં એ ભાવનાનું બળ છે, કે ક્યારે આ સંસારથી મુક્ત થાઉં? આથી સાંસારિક કર્તવ્ય બજાવ્યા છતાં તેની અંતરદશા સાક્ષીભાવની છે. - શરીરમાં કોઈ રોગ થયો તો તે જાણે છે કે આ શરીરનો વિકાર છે, આશાતાના કર્મનો ઉદય છે. વેદના ઉપયોગમાં જણાય છે. હજી આત્મબળમાં ન્યુનતા છે. ચારિત્રની નબળાઈ હોવાથી ઔષધનો વિકલ્પ ઊઠે છે. છતાં એ સર્વ અવસ્થામાં સાક્ષી છે. ઔષધ કરું અને શરીર મને સુખ આપે તેવી ભ્રમણા નથી. સુખ તો આત્મામાં જ છે. આમ સાધક રોગને જાણે છે. પણ તેમાં રાગદ્વેષ કરતો નથી. જેમ કોઈએ તપ કર્યું હોય ત્યારે સુધાવેદનીય હોય છે. તેને જાણે છે પણ સુધામય થતો નથી. તપશ્ચર્યાના આદરથી તે યુવાનો સાક્ષી રહે છે. - સાધકની મનોદશા આત્મભાવમાં સ્થિર રહેવાના પ્રયત્નમાં હોય છે. જે કાંઈ થાય છે તે થાય છે. પરમાત્માના ગુણોનું આદરપૂર્વક સ્મરણ કરી પોતામાં રહેલા એ ગુણોની ખોજ કરે છે. પ્રથમની દશામાં વિચારે છે કે પ્રભુની આજ્ઞાને પાત્ર ક્યારે થાઉ? આખરની ભાવના
૧ ૨૩