________________
માર્ગ મળી જશે. માટે સાવધાન થઈને આગળ વધે છે.
સદ્ગુરુના વચનનું શ્રવણ કરી તે ચિતવે છે કે આ જીવે પોતાના જ અજ્ઞાન વડે કેવું પરિભ્રમણ કર્યું? રાગાદિભાવોના વિકલ્પોમાં ફસાયો? અને તે કારણે ક્રોધાદિ કષાયોથી ઘેરાયો ત્યારે જીવને વિચાર પણ ના થયો કે આને કારણે મને કેવું દુઃખ પડશે?
સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પ્રત્યે રાગની તીવ્રતાથી મેં માન્યું હતું કે આ પદાર્થો વગર, આહારાદિના અમુક પદાર્થો વગર મને ચાલે જ નહિ. પરંતુ એ સૌ જેમ મને ત્યજી દેશે તેમ હું આવુ પૂરું થતાં વિદાય થઈશ ત્યારે એ સૌને ત્યજવા પડશે. કર્મની આવી પરાધીન દશા જાણીને સાધક પરપદાર્થોથી ભિન્ન પોતાના સ્વરૂપમાં સુખ માને છે.
જેવી રાગની તીવ્રતા તેવી દ્વેષની તીવ્રતાથી જીવો વિચારે છે કે હવે આ પદાર્થની સામે પણ ન જોવું. છતાં કર્મવશ તે જ પદાર્થોને સેવે છે. આવું વિચારી સામાયિકનો ઉપાસક વૈરાગ્ય પામે છે.
તે પુનઃ પુનઃ ચિંતવે છે કે હવે આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવું નથી. હવે એક આત્માર્થ જ સેવવો છે. તે માટે સંત્સંગ અને સંયમનું સેવન મારે ઉચિત છે. તેમ કરતાં કંઈ વિદન કે અંતરાય આવે તો સમતાભાવે મારે આત્મર્થ સાધવો છે.
એકાંતે સત્પુરુષોના જીવનનાં રહસ્યોના મર્મ સમજે છે. તેમના ગુણોનું ચિંતન કરે છે. સમાગમે તેમના સંયમાદિની અનુમોદના કરે છે.
૧ ૧૭.