________________
૨૮ :: જૈનદર્શન એણી : ૧-૩.
અને ભક્તિના સમન્વયથી તેમણે શ્રીમદ્રના હૃદયમાં પણ સારું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. શ્રીમદ્દ તેમને જે કામ આપતા તે તેઓ ખૂબ ચીવટથી કરતા અને “શાંત સુધારસ' ગ્રંથને અનુવાદ તેમણે શ્રીમની આજ્ઞાથી જ કર્યો હતે.
તેઓએ લખેલે “શ્રીમદ્ રાજચન્દ્ર જીવનરેખા નામને ગ્રંથ પ્રકાશિત થયેલ છે. તેમના સુપુત્ર ડૉ. ભગવાનદાસભાઈએ “પ્રજ્ઞાબેધ–મેક્ષમાળા” અને “અધ્યાત્મ રાજચન્દ્ર” નામના ગ્રંથે ભક્તિભાવથી લખેલ છે. [૬] શ્રીમદ્દ અને ગાંધીજી
ગાંધીજીએ પિતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષમાં, આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે શ્રીમદ્ રાજચન્દ્ર (કવિ રાયચંદભાઈ) અગ્રગણ્ય છે.
“સત્ય”, “અહિંસા અને બ્રહ્મચર્ય” સંબંધીની પ્રેરણા પિતે શ્રીમદના જીવનમાંથી લીધેલી છે તે નિર્દેશ ગાંધીજીએ કરેલ છે, અને સ્પષ્ટપણે કહ્યું છે કે કેઈ એક વ્યક્તિના જીવનમાંથી હું સૌથી વધારે શીખે હોઉં તે તે શ્રી રાયચંદભાઈને જીવનમાંથી શીખે છું.
આફ્રિકાના વસવાટ દરમ્યાનના ધર્મમંથનના કામમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો શ્રીમદ્જીને પૂછ્યા હતા જેને ખુલાસે મેળવીને ગાંધીજીએ પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતે અને ધર્મને બદલવા માટેની મિત્રની સલાહને અસ્વીકાર કર્યો હતે.
-