________________
૧૦. ઉકાળેલું પાણી ફ્રીઝમાં ન મુકવું. હાર્યા પછી જીવજંતુ
ગરમ પાણીમાં ન પડે તે માટે કાણાવાળી જાળી ઢાંકવી. ૧૮. રસોઈ બનાવતા પહેલા લોટ-ધાન્ય ચાળવું, જોઈ લેવું.
જયણા કરવી. મસાલામાં જીવજંતુ થયા નથી ને?
તપાસવા. ૧૯. બધું અનાજ વીણાવીને, સાફ કરીને પછી જ દળાવવું.
પર્વતિથિ, પર્યુષણ, બે શાશ્વતી ઓળી, ચાર અઠ્ઠાઈ દળાવવું કે ખંડાવવું નહિં. જ્ઞાનની આશાતનાથી બચવા શું કરશો?
પંચાંગ-પત્રિકા-છાપામાં દેવ-ગુરૂના ફોટા છપાવાથી ભયંકર આશાતના થાય છે. જેને કચરાપટ્ટી-બાસ્કેટમાં નાંખી દે છે, ધૂળમાં રખડ્યા કરે છે, અશુચિ દૂર કરવા છાપાં વાપરે, ફાડીને પડીકા બને, વિ. ના અનેક પ્રકારની ઘોર આશારતના દેવ-ગુરુના ફોટાથી થાય છે. મહાન પવિત્ર દેવ-ગુરુનું અવમૂલ્યન થાય છે. દરેક સંઘે ઉપયોગ રાખવો.
ઐઠા મોઢે બોલવું નહિ, કપડા, હાથરૂમાલ, વાસણો, પગ લુંછાણિયા, પાથરણાં, ચાદર, ખોળ વગેરે અક્ષરવાળા ન વાપરવાં. અક્ષરો ઉપર પગ ન મૂકવો. ચંપલ-બૂટમાં અક્ષર લખ્યા છાપ્યા હોય તે અક્ષર કાઢી નાંખવા. કંકોતરીમાં, છાપાઓમાં, મેગેઝીનમાં કાગળમાં ભોજન ન કરવું અશુચિ સાફ ના કરવી. જિનેશ્વર ભગવાન-જિનાલય, સાધુ સાધ્વી મ.સા.ના ફોટાની કચરાપટ્ટી-ધૂળપતિથી થતી મહાઆશાતનાથી બચવા ન જ છપાવવા હોય તો કાઢી લેવા. રસ્તામાં કાગળો ન ફેંકવા. નદી-સમુદ્રમાં ફેંકવા નહિ કારણ કાગળમાં સૂક્ષ્મજીવોની સંભાવના રહેલી છે. દાઢ્યા પછી કોઈનો પગ ન આવે એવા ખોદકામવાળા ખાડામાં જયણા કરવી.
(૮)