________________
સામૂહિક રાત્રિભોજન, સામૂહિક અભક્ષ્યા ખાન-પાન તથા સામૂહિક પાપના પરિણામ
વધુ કાતિલ અને ભયાનક એક પાપ જ્યારે એક વ્યક્તિ દ્વારા કરાય છે અને તે જ પાપ જ્યારે સમૂહમાં કરવામાં આવે છે ત્યારે લજ્જા શરમ મૂકાઈ જાય છે. હૃદય ધિટ્ટ થાય ત્યારે સામૂહિક પાપની સજા વધુ કાતિલ બને છે. આજે જ્યાં ત્યાં પાર્ટી, મિજલસ, લગ્ન વગેરેમાં અકર્તવ્યને કર્તવ્યરૂપ સમજવું તે મિથ્યાત્વ છે, અને સ્વછંદીપણાને લઈને સામૂહિક રાત્રિભોજન, અભક્ષ્ય ખાનપાન સાવધાન બની ચેતવા જેવું છે. થોડીક ક્ષણ માટે કરેલી પાપની મજાના બદલામાં કર્મરાજા મણની અને ટનની કારમી સજા કાળના કાળ સુધી ફટકારે છે. જે રીબાઈ રીબાઈને ભોગવવી પડે છે... માટે જ્ઞાનીઓ ઉપદેશ દ્વારા શાનમાં સુધરી જવા તથા ભાવિના તિર્યંચનરકગતિનાં અનંત દુઃખથી બચી જવા સામૂહિક પાપ છોડવાની હાકલ કરે છે. સંસ્થાના હોદેદારો, કાર્યકરો, દાનવીરોને લાલબત્તી! પાપના આયોજનથી બચો
કોઈપણ સંસ્થા દ્વારા રાત્રિભોજન, અભક્ષ્ય ખાન-પાન અથવા બીજા ધર્મ કે સંસ્કૃતિ વિરુદ્ધ કાર્યક્રમો યોજાય છે ત્યારે તે સંસ્થાના ટ્રસ્ટી, પ્રમુખ, મંત્રી, હોદ્દેદારો, કાર્યકરો અને આ કાર્યક્રમ માટે ડોનેશન આપનાર દાનવીરો, આ સામહિક થતાં દોષ અને પાપ માટે સૌ પ્રથમ જવાબદાર બને છે. સેંકડો અને હજારો વ્યક્તિઓના સામૂહિક પાપની ટીલી તેઓએ તેમના શિરે લલાટે ન લેવી જોઈએ. પાપથી બચાવવાની જગ્યાએ સમૂહને પાપમાં જોડવાથી આયોજક અને દાતાઓ કર્મથી ભારે બને છે. પાપ કરે-કરાવે કે અનુમોદે તે સર્વ દુખના ભાગી બને છે.
(૫૪)