________________
જૈન શકદને લજવાવું પડે છે વધુ દુઃખ અને આઘાતની વાત ત્યારે બને છે જ્યારે સંસ્થાના નામ આગળ જેન શબ્દ લગાડેલો હોય અને આવા ધર્મ કે સંસ્કૃતિ આચાર વિરૂદ્ધના પાપવાળા કાર્યક્રમો આ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ દ્વારા યોજાય ત્યારે જેના શબ્દને લજવાવું પડે છે. ઘણીવાર પવતિથિઓ પણ આ કાર્યક્રમોમાં વિસરાઈ જાય છે. માટે જવાબદાર વ્યક્તિઓએ સાવધાન બની અરિહંત પરમાત્માની આજ્ઞાને બાધ ન આવે તેવા શુદ્ધ ભોજન, ખાન-પાન અને કાર્યક્રમો દિવસના યોજાય તેવા શુભ પ્રયત્નો કરવા જોઈએ. કોઈને પણ રાત્રિભોજન કે અભક્ષ્ય ખાન-પાન ન કરવું પડે. આપણાં પૂર્વજોએ સાચવેલી પવિત્ર જૈનાચારની મયદા પાળવામાં જ સ્વ-પર સનું હિત અને કલ્યાણ છે.
જૈન શબ્દનો દુરુપયોગ વિવિધ વાનગી સાથે જૈન શબ્દનો ધંધાકીય ઉપયોગ નુકશાનકારી છે. જેમકે જેન ભાજીપાઉં, જેન આઈસ્ક્રીમ, જૈન સમોસા, જેન ઊંધીયું, જેન સેન્ડવીચ, જૈન ભેળપુરી વિ. ની બનાવટ જયણાપૂર્વક શુદ્ધદ્રવ્યોથી થતી નથી. બજારૂ લોટ-મેંદાથી બને છે. બનાવનારને લોટના કાળમાનથી ખબર હોતી નથી. આવી વસ્તુ જેનોને બિલકુલ ચાલે નહીં. માટે જેન શબ્દના લેબલથી કોઈ છેતરાશો નહિ. માત્ર ધાર્મિક માણસોને ભોળવીને પૈસા કમાવા સિવાય બીજા કોઈ ઉદેશ હોતો નથી. જૈન શબ્દનો વાનગી વેચનાર ઉપયોગ ન કરે તે માટે ક્રાંતિ કરીને કટાવી નંખાવવો જોઈએ.
(૫૫)