________________
રાત્રિભોજન એટલે શું? રાત્રિભોજન એટલે સૂર્યાસ્ત પછી અને સવારે સૂર્યોદય પહેલાંના સમયમાં ભોજન કરવામાં આવે છે, એમ સામાન્ય રીતે સમજવામાં આવે છે. પરંતુ વિશેષ આરાધકો સૂર્યાસ્તની બે ઘડી પહેલા આહારપાણી ત્યાગી દે છે તથા સવારે સૂર્યોદય પછી બે ઘડી ગયા બાદ નવકારશી આદિ કરે છે.
રાત્રિભોજનના દોષનો જાણ આત્મા સૂર્યોદય અને સૂયક્તિની બે બે ઘડી છોડીને ખાય છે. (સૂર્યોદય પછી બે ઘડી અને સૂર્યાસ્ત પૂર્વેની બે ઘડી છોડીને) તે પુણ્યનું ભોજન અર્થાત પુણ્યશાળી બને છે.
- યોગશાસ્ત્ર ૩/૩ છેવટે સૂર્યાસ્ત પહેલા ચાર આહારનો ત્યાગ કરવો. પાણીની છૂટવાળાએ ત્રણ આહાર છોડવા તિવિહાર પચ્ચક્ખાણ, દવાની છુટ રાખવાવાળાએ બે આહાર છોડવા દુવિહાર પચ્ચક્ખાણ કરવું. મહામૂલો દેવ દુર્લભ મનુષ્ય ભવ પામનારા
તમે પાપથી બચો. આજના આ પંચમ આરામાં મનુષ્યભવનું વધુમાં વધુ આયુષ્ય ૧૩૦ વર્ષનું કહેવાય છે. આજે મોટે ભાગે ૭૦-૮૦ વર્ષે પહોંચતા તો જીવ ઢળી પડે છે. બીજા ભવોની સાગરોપમની અસંખ્યાતા વર્ષોની આયુષ્યની સરખામણીમાં આ આયુષ્ય તદન મામૂલી ગણાય. આ મનુષ્ય ભવ ઘણાં જ અલ્પ સમયનો છે. સગુરૂના બોધથી સાવધાન બનો. પાપોથી દૂર રહી, પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન જીવી સૌ કોઈ શાશ્વત સુખના સ્વામી બનો, માટે રવને અનેક પાપોથી બચાવો અને પછી સર્વને બચાવો.
(૫૩)