________________
ફરતી જીવાતોની જયણા થાય પણ કાણાંમાં ઘુસી ગયેલી જીવાતનું શું? તેથી કપડું બાંધવું એ જયણાની ઉત્તમ પ્રક્રિયા છે. અથવા બર્નર કાઢી જોઈ તપાસી, પૂંજી પછી પેટાવવું, બર્નર સહેલાઈથી નીકળે છે.
૬૮. બીસલેરી વગેરેના પાણી પીવા નહિ લગ્નાદિ પ્રસંગે પીવડાવવા નહિ તેમાં અળગણ વાસી પાણીની વિરાધના છે.
૬૯. પૌંઆ, મમરા, ધાણી આદિમાં પુષ્કળ જીવાત થઈ જવાની સંભાવના છે. તેથી, વાપરતા રાંધતા પહેલા ચાળણીથી બરાબર ચાળી લેવા અને બારીકાઈથી તપાસી લેવા.
૭૦. લોટનો ઉપયોગ કરતા પહેલાં લોટ અવશ્ય ચાળી લેવો.
૦૧. દાળીયા-ચણા-વટાણાદિ પણ જોઈ તપાસી વાપરવા. ૦૨. સાંજે સૂર્યાસ્ત પહેલાં જ કપડાં સૂકવવાની દોરી છોડી દેવી ઉત્તમ છે. છેવટે સૂર્યાસ્ત બાદ થોડી હલાવો જેથી માખીઓ તેના પર રાતવાસો ન કરે. રાતના સમયે દોરી ઉપર આવીને કોઈ ગરોળી માખીઓનું ભક્ષણ ન કરી જાય તે માટે આમ કરવું જરૂરી છે. ૦૩. દિવસે વાપરેલા પાણી કે રસોઈના વાસણો મંજાઈ કે ધોવાઈ ગયા પછી કોરા કપડાંથી લૂછી યોગ્ય ઠેકાણે ઊંધા મૂકી દેવા જોઈએ. તે વાસણ ભીનાં રહેવા ન જોઈએ.
૪. આગલા દિવસનું ગાળેલું પાણી પણ બીજા દિવસે ગાળીને જ વપરાય.
(૪૦)