________________
૬૩. વાંદા વગેરે જીવાત માટે લક્ષ્મણરેખા નામના ચોક
બજારમાં મળે છે. તેનાથી વાંદા વગેરે જંતુઓ મરી જાય છે. આવા જંતુનાશક દ્રવ્યનો ઉપયોગ બિલકુલ
ન કરવો. ૬૪. ટ્યુબલાઈટ ઉપર ખાસ કરીને ચોમાસામાં નાના
પતંગીયા જેવા કુદા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. સવારે કચરામાં તે કુદાના ક્લેવરો ભેગા થાય છે. ટ્યુબલાઈટની લાકડી સાથે લીમડાના પાંદડાની નાની ડાળખી બાંધી દેવાથી આવા કુદા થતા નથી. ૫. શહેરોમાં કેરીનો રસ ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી
જાય છે અને બહારથી તૈયાર રસ લાવીને વાપરવામાં આવે છે. આવો રસ વાપરવો ઉચિત નથી કારણ કે, તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે છે. વળી, આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે. તેથી એવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈપણ ચીજ ખાવાથી દ્વિદળ થવાની સંભાવના
છે. કેરીના રસમાં કાચું દૂધ ભેળવવું નહિં. ૬૬. ઘણાં ચાની ભૂકી ઉકાળીને કાવો બનાવે છે અને
તેમાં જરૂર પૂરતું દૂધ નાંખીને ચા પીવે છે. આ ઉપરથી નાંખેલું દૂધ જ કાચું હોય તો તેવી ચા સાથે સેવગાંઠીયા-ફાફડા વગેરે કઠોળના લોટમાંથી બનાવેલી
કોઈપણ વાનગી ખાઈ શકાય નહિં. છે. સાંજે રસોડું આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર
કપડું બાંધી દેવું જોઈએ, જેથી બર્નરના કાણામાં કોઈ જીવાત પેસી ન જાય. સવારે પૂંજણીથી પૂજવાથી ઉપર
(૩૯)