________________
૦૫. લીંબુના ફૂલની બનાવટ મહાહિંસક છે. તેનો ઉપયોગ
સદંતર ટાળો, શેરડીના રસમાંથી સાકર બન્યા બાદ બાકી બચેલા મેલને સડાવી અસંખ્ય ત્રસજીવોને પીલી સાયટ્રીક એસીડ એટલે જ લીબુના કુલ બનાવાય છે. એનું માત્ર નામ જ લીબુંનું છે, લીંબુનો એક અંશ
પણ એમાં નથી હોતો. ૦૬. મિઠાઈ ઉપર શોભા માટે કેસરનું પાણી છાંટેલું હોય
તો તે મિઠાઈ બીજા દિવસે વાસી અભક્ષ્ય બને છે. ૦૭. મેથી વગેરે ભાજીમાં નીચેના બે-ત્રણ પાંદડા અનંતકાયા
ગણાય છે માટે તે છોડી દેવા. ૦૮. પૌઆ-મમરા-સીંગદાણા-કિસમીસ વગેરે ચાળીને અને
વીણીને જ વાપરવા જોઈએ. કાળી દ્રાક્ષમાં પણ તે જ
રંગની જીવાત થાય છે. જોઈ વાપરવી. ૯. કાજુના બે ફાડીયા વચ્ચેના પોલાણમાં ઈચળ હોવાની
સંભાવના છે. તેથી, ફાડિયા કર્યા વિનાના આખા કાજુ વાપરવા નહિ. કાજુ તળતા પહેલા પણ આ કાળજી લેવી હિતાવહ છે. ચોમાસામાં તે દિવસે ફોડેલી બદામ જ વાપરી શકાય. આગલા દિવસે ફોડેલી બદામ મિઠાઈ ઉપર ભભરાવાય નહિ. ચોમાસામાં આજની ફોડેલી બદામ મિઠાઈ પર ભભરાવી હોય તો મિઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને. પરંતુ, ફોડેલી બદામ એ જ દિવસે ઘીમાં શેકેલી હોય અથવા મિઠાઈમાં શેકાઈ ગઈ હોય તો બાધ નથી. મિઠાઈના કાળ જેટલી ચાલે. યાદ રહે કે ચોમાસામાં વાપરવાની બદામ ઉરમાની જ ચાલે, મામરો નહિ.
(૪૧)