________________
ધાન્યના કીડાને ઓળખો
ઘઉં-ચોખા વગેરે ધાન્ચ અને કઠોળમાં ઈચળ-ધનેડા વગેરે જાતજાતના કીડા થઈ જાય છે.
અનાજ સડી જાય તો તેમાં પુષ્કળ જીવાત પડી જાય છે. કઠોળમાં પોલાણ કરીને તેમાં જીવાત ભરાઈ જાય છે. ચોમાસાની ઋતુમાં આખા કઠોળમાં પુષ્કળ જીવાત થવાની સંભાવના રહે છે.
અનાજ એક વાર વીણી લીધા બાદ ફરી થોડા દિવસોમાં તેમાં જીવોત્પત્તિ સંભવિત છે. ભેજના વાતાવરણમાં જીવોત્પત્તિની સંભાવના વધારે છે.
વીણ્યા વગર ધાન્યને દળી નાંખવામાં આવે તો તેમાં રહેલા અનેક નિર્દોષ જીવો અનાજની સાથે દળાઈ જાય છે.
અનાજ વીણવાનું કાર્ય નોકર-નોકરાણીને ભરોસે. છોડવાથી ઘણી બેદરકારી થવાની સંભાવના છે. એમને પ્રાયઃ જયણાનો પરિણામ હોતો નથી.
અનાજના લોટમાં પણ અમુક સમય પછી જીવાતો પડવાની સંભાવના છે. બહારના તૈયાર લોટમાં તો પુષ્કળ જીવત દળાયેલી હોવાની સંભાવના છે.
(૨૮)