________________
'ઉધઈની રક્ષા કરો. ૧. કબાટમાં ભરેલા પુસ્તકો થોડા સમયે બહાર કાઢી
બરાબર જોતા રહેવું. પુસ્તકો તથા કબાટની
જયણાપૂર્વક સાફસૂફી કરવી. ૨. પુસ્તકોનાં કબાટમાં ઘોડાવજ, કપૂર કે ડામરની ગોળી
જેવા પદાર્થો રાખી મૂકવાથી ઉધઈ વગેરે જીવાતની ઉત્પત્તિ થતી નથી. કપડાનાં કબાટમાં પણ તમાકુ લીમડાના પાન કે ડામરની ગોળી જેવી ચીજ રાખી મૂકવાથી કપડામાં જીવાત પડતી નથી. નવું મકાન બનાવતી વખતે સ્લેબ ઉપર લાદી જતા પહેલા ડામરના રસનું પતલુંપડ પાથરી દેવાથી મકાનમાં
ઉધઈ થતી નથી. ૫. પુસ્તક, ફનીચર કે દિવાલ ઉપર ઉધઈ થઈ જાય તો
તે જીવોને ખૂબ જયણાપૂર્વક ત્યાંથી લઈ દૂર કોઈ વૃક્ષમાં મૂકી દેવી. જે જગ્યા પર ઉધઈ થઈ હતી તે જગ્યા સંપૂર્ણ જીવાત રહિત થઈ ગઈ છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ તે જગ્યા પર દિવેલ કે કેરોસીન નીતરતું પોતું ફેરવી દેવું. તો ફરીથી ઉધઈ આવશે
નહિ. ૬. ગેરુ કે ચૂનાથી મકાન ધોળવાથી ઉધઈ થતી નથી. છે. ગોબર (છાણ)ના લીંપણથી પણ ઉધઈ અટકે છે.
(૨૦)