________________
ધાન્યના કીડાની રક્ષા કરો
ધાન્યની જીવાતોની રક્ષા કાજે આટલી કાળજી જરૂરી છે : અનાજ કાળજીપૂર્વક સાફ કરીને પછી ભરો.
સાફ કરેલા ઘઉં-ચોખા વગેરેને દીવેલથી મોઈને ભરો. ધાન્યની સાથે પારાની થેપલીઓ મૂકી રાખવાથી જીવાત થતી નથી.
૧.
૨.
3.
૪.
૫.
S.
અનાજને દળવા આપતા પહેલા ફરી એકવાર વીણી લો.
ચોમાસાની ઋતુમાં શક્ય પ્રયત્ને દરેક આખા કઠોળનો ત્યાગ કરો.
અનાજ વીણવાનું કામ નોકર-નોકરાણીના ભરોસે ન છોડો.
. તૈયાર લોટનો ઉપયોગ બીલકુલ ન કરો.
૮. લોટમાં પણ કાળમર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય તેની કાળજી રાખો.
૯. અનાજ ભરવા માટે ચુસ્ત બંધ થાય તેવા સાધન રાખો.
૧૦. બહારનો રવો-મેંદો-બેસણ કે લોટ બિલકુલ વાપરવો નહિ. ઈડલી, ઈંડલા, ખમણ એ કે એવા અન્ય લોટ પણ તૈયાર વાપરવા નહિ.
૧૧. હોટલમાં અનાજ-લોટમાં જયણા બિલકુલ સચવાતી નથી માટે હોટલમાં જમવું નહિ.
૧૨. કઠોળ કે દાળો આદિમાં છાણની રાખ મેળવી રાખો એથી જીવાતો થતી અટકે છે.
(૨૯)