________________
'માખીની રક્ષા કરો
૧. ઘરમાં ગંદકી ન થવા દો.
ખાધ પદાર્થો તથા પાણી ભરેલા સાધનો ઢાંકેલા રાખો. સાબુનાં પાણીમાં બોળેલા કપડાની બાલદી વગેરે
સાધન ઢાંકીને રાખો. ૪. જમતા, રસોઈ કરતા, કપડા ધોતા, વાસણ માંજતા,
માખી ક્યાંય વચ્ચે ન આવી જાય કે ભીનામાં પડી ન જાય તેની કાળજી રાખો. ખાદ્યપદાર્થ, પાણી કે ફીણમાં માખી પડે તો તરત તેને બહાર કાઢી લો. માખી ઉડી શકે તેમ ન હોય તો તરત જ સૂકી રાખ ભીની માખી પર ભભરાવો. એથી પાણી ચૂસતાં એની ઉષ્માથી તરત તે સક્રિય બની જશે. ઘણીવાર કલ્લાક, બે કલ્લાકે પણ માખી તેમાંથી જાગતી થઈ ઉડી જાય છે. .., ઘરમાં કેળાની છાલ વગેરે કચરાને ભેગો ન થવા દો. તરત તેનો યોગ્ય નિકાલ કરો. ઝીણી જાળીવાળા બારી-બારણાંથી માખીઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. ઘરમાં મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખી થતી નથી.
(૨૧)