________________
માખીને ઓળખો
માખી ઘર-ઘરમાં જોવા મળતું જંતુ છે. માખી એ ચઉરિન્દ્રિય છે. તે ઉડતી જીવાત છે. ઉડીને શરીર ઉપર, ખાધપદાર્થો ઉપર, કચરા ઉપર કે અશુચિ ઉપર પણ તે બેસે છે. ગંદકીના જીવાણુઓ ખાધપદાર્થો ઉપર સંક્રાન્ત કરીને તે રોગનો ફેલાવ કરે છે. આજુબાજુ માખીઓનો બણબણાટ ચાલુ હોય તો બેસવાની-સૂવાની-ખાવાની કે અન્ય કોઈપણ પ્રવૃત્તિમાં ખલેલે પહોંચે છે.
માખી ઉડીને ખુલ્લા દૂધ-ઘી-દાળ-શાક-તેલ-સાબુના ફીણ કે પાણી વિગેરેમાં પણ પડી જાય છે. તે પછી તરત કાઢીને તેને બચાવી લેવામાં ન આવે તો તરત મરી જાય છે.
મોટે ભાગે ગંદકી હોય ત્યાં માખી ખૂબ પેદા થાય છે. કચરો, કેળાની છાલ, કેરીના ગોટલા-છાલ વગેરે ઉપર ખૂબ માખીઓ ભેગી થાય છે.
ગંદકી એ માખીનું પ્રસૂતિગૃહ છે. ઘરમાં જેટલી ગંદકી ઓછી, તેટલી માખીને ઉત્પત્તિ ઓછી.
(૨૦)