________________
માંકડને ઓળખો
આ માંકડ તેઈન્દ્રિય છે. લાકડાનું ફર્નીચર અને સૂવાના પલંગ માંકડનું નિવાસસ્થાન છે. લાલ રંગના આ જંતુને માનવરક્ત ખૂબ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટી રક્તચોરી કરનાર માંકડના ચકટાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.
સડેલું લાકડું પણ તેનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈ આવે છે.
છે.
ઝેરી દવા છાંટીને માંકડને મારી નાંખવા તે ક્રૂરતા માંકડને ખૂબ યતનાપૂર્વક લઈને એક નાની વાડકીમાં કોલસો મૂકી એકત્ર કરવા અને ત્યારબાદ તે બધા માંકડને સુરક્ષિત સ્થાને છાંયડામાં જૂના લાકડા અથવા ઝાડમાં મૂકી દેવા તે જ સરળ ઉપાય છે.
ફરી
માંકડને મારી નાંખવામાં આવે તો તેના કલેવરમાંથી પુષ્કળ માંકડો પેદા થાય છે. તેથી માંકડ મારી નાખવા તે માત્ર ક્રૂરતા નથી, મૂર્ખતા પણ છે. માટે તેને જયણાપૂર્વક યોગ્ય સ્થળે મૂકવા.
(૨૨)