________________
નિગોદની રક્ષા કરો
૧. જે જગ્યા વધુ સમય ભીની રહે ત્યાં નિગોદ ઉત્પન્ન
થાય છે. બાથરૂમ પણ આખો દિવસ ભીનું રહે તો તેમાં નિગોદ થઈ જાય છે. ઘરનાં વિવિધ સ્થાનો વધુ
વખત ભીનાં ન રહે તેની કાળજી રાખો. ૨. નીચે જોઈને ચાલો, રસ્તામાં ક્યાંક નિગોદ છવાયેલી
દેખાય તો ખસીને બાજુની ચોખી જગ્યા પર ચાલો.'
૩.
મકાનના કમ્પાઉન્ડમાં ચાલવાના રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય તે માટે વરસાદની ઋતુ શરૂ થાય તે પહેલાં તે રસ્તા ઉપર નિગોદ ઉત્પન્ન જ ન થાય તેવા ઉપાય કરો, જેવા કે.....
નિગોદ ન થાય તેવી રેતી પાથરી દેવી. નિગોદ ન થાય તેવું ફલોરીંગ કરી દેવું. ડામરનો પટ્ટો લગાવી દેવો. તૈલીય રંગનો પટ્ટો લગાવી દેવો.
૪. એકવાર નિગોદ થઈ ગયા પછી તેને ઉખેડાય નહિ,
સાફ કરાચ નહિ, તેની ઉપર માટી કે લાદી કાંઈ નંખાય નહિ, કલર કે ડામરનો પટ્ટો પણ કરાય નહિ, કુદરતી રીતે સૂકાય નહિ ત્યાં સુધી કાંઈ કરાય નહિ, વરસાદ થયા બાદ રંગ કરાય નહિ. લાકડા ઉપર રંગ, વાર્નિશ, પોલિશ કે દિવેલનું પોતું કરવાથી તેના પર નિગોદ થતી નથી.