________________
' ફૂગને ઓળખો
વાસી ખોરાક તથા અન્ય પદાર્થો ઉપર સફેદ રંગની કુગ બનેલી ઘણીવાર જોઈ હશે. ખાસ કરીને કુગ ચોમાસામાં વિશેષ થાય છે. મિઠાઈ, ખાખરા, પાપડ, વડી, અન્ય ખાદ્યપદાર્થો, દવાની ગોળીઓ, સાબુની ગોટીઓ, ચામડાનાં પાકીટ-પટ્ટાઓ, પુસ્તકનાં પુંડાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પર ભેજને કારણે રાતોરાત સફેદ કુગ બાઝી જાય છે.
આ કુગ અનંતકાય છે. તેને નિગોદ પણ કહેવાય છે. તેના પણ એક સોયના ટોપચા જેટલા સૂક્ષ્મ કણમાં અનંત જીવો હોય છે.
યુગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ફુગ થયા પછી તે ચીજોનો ઉપયોગ થઈ શકે નહિં. જે ખાદ્યપદાર્થ પર કુગ થઈ હોય તે ખાધ પદાર્થ અભક્ષ્ય બની જાય છે. ઘરવપરાશની અન્ય ચીજ ઉપર કુગ થઈ હોય તો આપમેળે કુગ વી ન જાય ત્યાં સુધી તે ચીજને ઉપયોગમાં ન લેવાય, તે વસ્તુને સ્પર્શ પણ ન કરાય, તે વસ્તુને અહીંતહીં ફેરવાય પણ નહિં, તડકે મૂકાય નહિં.
મોટાભાગની એન્ટીબાયોટીક દવા જેવા કે પેનીસીલીન, કુગમાંથી જ બનાવાય છે માટે એવી દવાઓનો ત્યાગ કરો.
(૮)