________________
નિગોદને ઓળખો
ચોમાસાની બાતુમાં મકાનનાં કમ્પાઉન્ડમાં, જુની દિવાલો ઉપર કે મકાનની અગાસીમાં લીલા, કાળા, ભૂખરા વગેરે રંગની સેવાળ બાઝી જાય છે. તેનું નામ નિગોદ. બટાટા વગેરે કંદમૂળની જેમ નિગોદ પણ અનંતકાય છે. તેના એક સોયના ટોપચા પર આવે એટલા સૂક્ષ્મ કણમાં પણ અનંત જીવો હોય છે.
તેના ઉપર પગ મૂકીને ચાલવાથી, તેની ઉપર ટેકો દઈને બેસવાથી, તેની ઉપર વાહન ચલાવવાથી, તેની ઉપર કોઈ ચીજવસ્તુ મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોળવાથી નિગોદના અનંત જીવોની હિંસા થાય છે.
બટાટા અનંતકાય છે તેથી તેને બે જડબા વચ્ચે ના કચડી શકાય તો અનંતકાય એવી નિગોદને પગ નીચે કેવી રીતે કચડી શકાય?
સુકાઈ ગયેલ નિગોદ પણ પાણી કે ભેજના સંપર્કમાં આવતાં જીવંત બની જાય છે. માટે સૂકી નિગોદવાળી જગ્યાએ પણ ખૂબ ઉપયોગ રાખવો.