________________ મિત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે , શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. 1 , પ્રમાદ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે. 2 કારુણ્ય દીન કર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. 3 માધ્યસ્થ માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માગની, તે યે સમતા ચિત્ત ધરું'૪ ઉપસંહાર મૈચાદિ આ ચાર ભાવના, હૈયે ચન્દ્રપ્રભ લાવે; વેર-ઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાવે. 5