________________
જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને રવસ્થ રાખવા માટે તપ, તેમ ઉરચારને શુદ્ધ ને પવિત્ર રાખવા માટે પણ વાણીને તપ કરવા જોઈએ. अनुद्वेगकरं वाक्यं, सत्यं प्रियहितं च यत् । स्वाध्यायाभ्यासने चैव, वाङ्मयं तप उच्यते ॥
વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન થાય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિન્તન અને અભ્યાસમાંથી પ્રગટેલી હેય-આ વાણીનું તપ! આવા તપથી માણસ એ માણસ બને છે. તપ વિનાની, ચિન્તન વિનાની, અભ્યાસ વિનાની, કર્કશ વાણી તે પશુઓ પણ બેલી શકે છે. એમાં માણસ બેલીને શું વધારે કરે છે?. આ હું એકલે જ