________________
- ૪૮ અન્યાય ન થઈ જાય એવી કાળજી રાખી વકતૃત્વ કરનારા કેટલા? આવા વિચારક વક્તા હોય તે પ્રજામાં કેટલી શાંતિ ને કલ્યાણકામના હોય? એટલે આ આઠ ગુણેથી યુક્ત વાણી બેલે તે વક્તા, નહિ તે બક્તા–લબાડ તે છે જ !
માત્ર ભાષણ સારું કરી જાય, વાણી શુદ્ધ બેલી જાય, એટલા માત્રથી જ્ઞાનીઓ એને વક્તા નથી કહેતા. એમ તે કાશીમાં એવા કેટલાક વિદ્વાને છે કે જે બોલવામાં વ્યાકરણની એક અશુદ્ધિ આવે તે જીભ કાપવા હાથમાં ચપ્પ લઈને બેઠા હોય. પણ એ જ પંડિત ગંગાના ઘાટ પર જાય ત્યારે ગાયત્રીને જાપ કરતાં જાય ને માછલું દેખાય તે લેટામાં નાખતા જાય. એમને પૂછો કે આ લેટામાં શું ?